Gujarat માં વાવાઝોડા સાથે વરસાદે સર્જી તબાહી, ક્યાંય વૃક્ષો ધરાશાયી, તો ક્યાંક પાણીની ટાંકી ઉડી
- Gujarat ના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
- વિવિધ વિસ્તારોમાં પવન અને વરસાદથી નુકસાનના અહેવાલ
- પાણી ભરેલી ટાંકી ઉડીને નીચે પાર્ક કરેલી કાર પર પટકાઈ
Gujarat Unseasonal Rain: ગુજરાત (Gujarat) માં હવામાન વિભાગન આગાહી અનુસાર અનેક જીલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કરવામાં આવેલી આગાહી આજે સાચી ઠરી છે. રાજ્યના ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે. આજ સવારથી જ એકાએક કાળા ડિબાંગ વાદળો (Thunder clouds) ઘેરાયા હતા. ત્યારે આજે બપોર બાદ જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. વરસાદની સાથે આવેલા વાવાઝોડાએ (Windstorm) વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. કેટલી જગ્યાએ પાણીની ટાંકીઓ ઉડી છે.
મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે સૌથી વધુ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઊંઝા શહેરમાં પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મિલન સિનેમા પાસે આવેલી એક બિલ્ડિંગનો ઉપરનો કાટમાળ (Debris) નીચે ઉભેલી કાર પર પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વડનગર સિવિલ હોસ્પિટલમાં તો કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં અગાશી પર રાખેલી વિશાળ પાણીની ટાંકી (Water Tank) હવામાં ફંગોળાઈને પાર્કિંગમાં પડી હતી. મહેસાણાના બહુચરાજી અને સાંપાવાડા પંથકમાં કરા (Hailstones) પડતા માર્ગો પર ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે.
મહેસાણાના ઊંઝા પંથકના વાતાવરણમાં પલટો
ઊંઝામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત
માર્કેટ યાર્ડમાં માલ-સામાન પલળવાની ભીતિ
જીરું, વરિયાળી, રાયડાના પાકને નુકસાનનો ભય#Unjha #Mehsana #UnjhaMarketYard #UnseasonalRain #Mavthu #GujaratWeather #GujaratFirst pic.twitter.com/ZaU8rkuOL5— Gujarat First (@GujaratFirst) April 7, 2026
અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામ્ય ધૂળની ડમરીઓ ઉડી
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કુદરતનો મિજાજ બદલાયો છે. ધોળકા, વટામણ, રાયપુર અને વારણા ગામમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) અને આસપાસના ગોગલા તથા કામા તળાવ જેવા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી (Visibility) ઓછી થઈ ગઈ હતી. ગાંધીનગરમાં પણ અચાનક પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી છે.
અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં વાતાવરણમાં પલટો
વાદળછાયા વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ વરસ્યો
વટામણ, રાયપુર અને વારણા ગામમાં વરસાદી માહોલ
ધોળકા પંથકમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક#Dholka #AhmedabadRural #WeatherUpdate #UnseasonalRain #Vataman #Raipur #GujaratFirst pic.twitter.com/ioYyrRV3Af— Gujarat First (@GujaratFirst) April 7, 2026
મધ્ય ગુજરાતમાં તમાકુ અને બાજરીના પાકને ભારે નુકસાન
ખેડા અને આણંદ જિલ્લામાં આજે ભરઉનાળે અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ છે. કઠલાલ અને કપડવંજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. સૌથી ગંભીર અસર તમાકુ (Tobacco) અને ઉનાળુ બાજરીના પાકને થઈ છે. માતરના ભલાડા અને સીંજીવાડામાં ખેડૂતોએ કાપણી કરીને રાખેલો પાક પલળી જતા લાખોનું નુકસાન થયું છે. આણંદના વિદ્યાનગર અને કરમસદમાં પણ વરસાદી ઝાપટાં પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પંચમહાલના ગોધરામાં ઈંટના ભઠ્ઠા (Brick Kilns) ચલાવતા કારીગરોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
અરવલ્લી અને સાબરકાંઠા: વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત
અરવલ્લી જિલ્લાના બાયડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. બાયડ-દહેગામ હાઈવે પર અનેક ઘટાદાર વૃક્ષો ધરાશાયી (Uprooted trees) થયા છે. જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર (Traffic congestion) ખોરવાયો હતો. પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો
હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં વરસાદ
પંથકમાં પવન સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ
કમોસમી વરસાદથી ઉનાળુ પાક લેતા ખેડૂતો ચિંતિત
વરસાદી છાંટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક#Sabarkantha #Himatnagar #WeatherUpdate #UnseasonalRain #Mavthu… pic.twitter.com/r1CYmnrysD— Gujarat First (@GujaratFirst) April 7, 2026
સાબરકાંઠાના હિંમતનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ જીરું (Cumin) અને વરિયાળી જેવી કિંમતી જણસો પલળી જવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પૂર્વે Vav માં વિરોધનો વંટોળ! ‘પાણી નહીં તો વોટ નહીં’, 22 ગામના ખેડૂતો મેદાને


