Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભર ઉનાળે ગાજવીજ સાથે Devbhoomi Dwarka માં વરસાદ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી?

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને કેનેડી ગામમાં આજે  એપ્રિલે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. કેનેડીમાં ભાગવત સપ્તાહ જેવા ધાર્મિક કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં બનાસકાંઠા, કચ્છ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 30-40કિમીની ઝડપે પવન સાથે માવઠાની આગાહી કરી છે.
ભર ઉનાળે ગાજવીજ સાથે devbhoomi dwarka માં વરસાદ  જાણો હવામાન વિભાગની શું છે આગાહી
Advertisement
  • Devbhoomi Dwarka ના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
  • ભાટિયા અને કેનેડી પંથકમાં પડયો વરસાદ
  • વરસાદના કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો ખોરવાયા
  • કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ પડતા ભક્તોને હાલાકી

Devbhoomi Dwarka: ગુજરાત સતત કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યું છે. તાજેતરમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતુ. ત્યારે આજે ફરી ગુજરાતના અનેક જીલ્લઓમાં વાતાવરણ પલટાયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી (Prediction) મુજબ આજે 2 એપ્રિલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અચાનક ગાજવીજ (Thunderstorm) સાથે વરસાદ ખાબક્યો છે. ધોમધખતા ઉનાળાના સમયે આવેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે, પરંતુ તેની સીધી અસર જનજીવન અને ધાર્મિક આયોજનો પર જોવા મળી છે.  સાથે સાથે ખેડૂતોને પણ માઠી અસર થઈ છે. કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.

Devbhoomi Dwarka ના ભાટિયા અને કેનેડી પંથકમાં વરસાદી આફત

આજે કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથકો ગણાતા ભાટિયા અને કેનેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું. જેથી જોતજોતામાં તેજ પવન (Strong winds) અને કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આવેલા આ વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

Advertisement

ધાર્મિક કાર્યક્રમોમાં વરસાદી વિઘ્ન

ચૈત્ર માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ધાર્મિક ઉત્સવો અને કથાના આયોજનો થતા હોય છે. કેનેડી ગામે ચાલી રહેલી પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ (Religious Discourse) દરમિયાન તેજ પવન સાથે વરસાદ તૂટી પડતા ભક્તોને ભારે હાલાકી પડી હતી. મંડપમાં બેઠેલા ભક્તો (Devotees) ને ઉભા થવું પડ્યું હતુ.  સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો ખોરવાઈ (Disrupted) જતાં આયોજકો અને ભક્તોને મુશ્કેલી પડી છે.

કચ્છમાં પણ વરસાદી ઝાંપટા

કચ્છ જીલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. અહીં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મીરજાપર અને સુખપરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. જેથી અહીંના ખેડૂતોમાં પણ માવઠાના પગલે તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ખુલ્લામાં પડેલી જણસીની ગુણીઓ પલળતા નુકસાન

જામનગર જિલ્લામાં મોસમનો મિજાજ બદલાયો છે. જીલ્લામાં એકાએક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. અપીયા, ટેભલા, ગોવાણા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. લાલપુર શહેરમાં માવઠાથી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીની ગુણીઓ પલળતા નુકસાન પહોંચ્યું છે.

હવામાન વિભાગની આગામી બે દિવસની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 થી 48 કલાક રાજ્યના વિવિધ ભાગો માટે મહત્વના છે. આવતીકાલે 3 એપ્રિલ, શુક્રવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ (Moderate Rainfall) પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 4 થી એપ્રિલના રોજ વરસાદનું જોર મધ્ય અને દક્ષિણ ગુજરાત તરફ વધશે. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાઓમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન (Wind Speed) ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ (Unseasonal Rain) ને પગલે તંત્ર દ્વારા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Bhavnagar: અંધારી રાત્રે મંગેતર સાથે બહાર નીકળવું યુવકને ભારે પડ્યું, જીવ મૂકાયો જોખમમાં, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×