ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદ, જામનગર-ભાવનગર-વડોદરા-ગિરસોમનાથના ખેડૂતોની ચિંતામાં વધારો

Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. જામનગર, ભાવનગર, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના ઉભા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાંચ વિસ્તારપૂર્વક અહેવાલ
10:45 PM Oct 26, 2025 IST | Mujahid Tunvar
Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. જામનગર, ભાવનગર, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના ઉભા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાંચ વિસ્તારપૂર્વક અહેવાલ

Unseasonal rains : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના જામનગર, ભાવનગર, વડોદરા અને મહુવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ખેતરોમાં તૈયાર થયેલા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની શકે છે.

ગિરસોમનાથના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી

ગીર સોમનાથમાં ખેડૂતોના અરમાનો રોળાઇ ગયા છે. ગીર વિસ્તારમાં રાતભર ધોધમાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. વેરાવળમાં અઢી ઈંચ તો ઉનામાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેતરોમાં ખેડૂતો દ્વારા લેવામાં આવેલી મગફળીનો પાક ખરાબ પલળી ગયો છે. ખેતરમાં પડેલા પાથરા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પશુઓનો ચારો પણ બચાવી શકયા નથી.

જામનગર : માવઠાનો માર

જામનગરના જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ઈશ્વરીયા, સડોદર, મેથાણ સહિત આજુબાજુના ગામોમાં ભારે માવઠાએ ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે. કપાસ, સીંગ અને સોયાબીન જેવા પાકો પલળી જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં તૈયાર થયેલો ખુલ્લો માલ નાશ પામ્યો છે, જેનાથી ખેડૂતોમાં નિરાશા છવાઈ છે.

ભાવનગર : ખેડૂતોની ચિંતામાં વધારો

ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી છે. કાળાનાળા, મેઈન બજાર, કાલિયાબીડ, એરપોર્ટ રોડ, ઘોઘા સર્કલ અને સ્ટેશન રોડ જેવા વિસ્તારોમાં વરસાદે રાહતની સાથે ચિંતા પણ વધારી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારાના પાકોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોને આશંકા છે કે આ વરસાદ તેમની વર્ષભરની મહેનતને બરબાદ કરી શકે છે.

વડોદરા : ડભોઈમાં વરસાદથી ઠંડક અને ચિંતા

વડોદરાના ડભોઈમાં પણ કમોસમી વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કપાસ, ડાંગર અને મરચાં જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોના પાકોને ભારે અસર થઈ શકે છે.

મહુવા: વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

મહુવા શહેર અને તાલુકાના લગભગ તમામ ગામોમાં રાત્રે વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. આ વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. થોડી વાર માટે તો વીજ પુરવઠો પણ કેટલાક વિસ્તારોમાં ખોરવાઈ ગયો હતો. ખેતરોમાં ખુલ્લો રહેલો પાક પલળી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે.

ખેડૂતોની ચિંતા અને નુકસાનની ભીતિ

આ કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. તૈયાર થયેલા પાકો પલળી જવાથી અને ખેતરોમાં પાણી ભરાવાથી કપાસ, સીંગ, સોયાબીન, ડાંગર, મરચાં અને ઘાસચારાના પાકોને મોટું નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે, અને આર્થિક નુકસાનનો ખતરો વધ્યો છે.

કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા છે, જેનાથી ખેડૂતોને વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સરકાર અને સંબંધિત વિભાગોએ ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને આર્થિક સહાય અને વળતર આપવાની દિશામાં તાત્કાલિક પગલાં લેવા માટે મુખ્યમંત્રીને બીજેપી અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પત્રો પણ લખવામાં આવ્યા છે, જેથી ધરતીપુત્રોની મહેનત બરબાદ ન થાય.

આ પણ વાંચો- Mudda Ni Vaat : વિસ્તરણના પડઘા ? ક્યાંક મંચ પરથી હુંકાર તો ક્યાંક શક્તિપ્રદર્શનની તૈયારી?

Tags :
BhavnagarFarmers' LossesGujarat AgricultureJamnagarMahuvaMeteorological Departmentseasonal rainsVadodara
Next Article