Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Unseasonal rains: અડધા ગુજરાતમાં વરસાદી તોફાન, પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર

Unseasonal rains in Gujarat: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે અડધા ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા, અમરેલી, અરવલ્લી, બોટાદ અને નવસારી સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ...
unseasonal rains  અડધા ગુજરાતમાં વરસાદી તોફાન  પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર

Unseasonal rains in Gujarat: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે અડધા ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, સાબરકાંઠા, અમરેલી, અરવલ્લી, બોટાદ અને નવસારી સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નોંધનીય છે કે, અંબાલાલ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. સાબરકાંઠામાં ભારે પવનના કારણે તોતિંગ બોર્ડ બેનર ધરાશાયી થઈ ગયા છે. આ સાથે હિંમતનગર RTO સર્કલ પર લાગેલા મોટા બોર્ડ પણ જમીનદોસ્ત થયા છે. ભારે પવનથી ધૂળની ડમરી ઉડતા વીડિયો સામે આવ્યા છે. નોંધનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર તોતિંગ બોર્ડ બેનરો ફાટ્યા છે.

Advertisement

અમરેલીના લાઠી પંથકમાં ભર ઉનાળે મેઘાવી માહોલ

તમને જણાવી દઇએ કે, અમરેલીના લાઠી પંથકમાં ભર ઉનાળે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. લાઠીના મતીરાળામાં ધોધમાર કમોસમી વરસાદ (Unseasonal rains) વરસી રહ્યો છે. નોંધનીય છે કે, મતીરાળા ગામમાં તો કરા સાથે વરસાદ વરસ્યો છે. જેથી ગામની શેરીઓમાં નદીઓ વહે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે, ધોધમાર વરસાદથી મતીરાળા પાણી પાણી થઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે લાઠીના મતીરાળા, કૃષનગઢ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

ડિસ્ટ્રીક્ટ કોર્ટના પાર્કિંગ શેડ જોરદાર પવનમાં ઉડ્યો

મળતી વિગતો પ્રમાણે બોટાદ શહેરમાં ભારે પવનની અસર જોવા મળી રહીં છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટના પાર્કિંગ શેડ જોરદાર પવનમાં ઉડ્યો છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટનાં પાર્કિંગ શેડ પવનથી ઉડતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. બોટાદના ખસ રોડપર આ ડિસ્ટ્રીકટ કોર્ટ આવેલ છે. બોટાદ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તારીખ 13 થી 16 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે બોટાદમા કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે.

Advertisement

અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ

નોંધનીય છે કે, દાંતાના અંતરિયાળ ગામોમાં ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. દાંતાના મગવાસ ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોના કેટલાક પાકોને નુકશાન થવાની સંભાવના જોવા મળી રહી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહીં છે. આ સાથે દાંતાના મંડાલી, માંકડી મગવાસ સહિતના ગામોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોધરી, મેહરુ, ભેટાડી,જેશીંગપુ, મલાસામાં ભારે વરસાદ પડી રહ્યો છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી વાંસદા પંથકમાં પણ કમોસમી વરસાદ થયો છે. અહીં ભારે પવન અને બરફના કરા સાથે વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, આમ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કારણે કે, આ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહીં છે. નોંઝનીય છે કે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીં પણ લાઠીના ગ્રામીણ પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘુળની ડમરી અને પવન સાથે વાતાવરણમા પલટો આવતા કમોસમી વરસાદ થઈ શકે છે. દામનગર શહેરમાં પડ્યા કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તેની સાથે કમોસમી હળવા વરસાદથી વાતાવરણ ઠંડક પ્રસરી છે પરંતુ લાઠી ગ્રામીણ વિસ્તારમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ પણ વર્તાઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Aravalli: સરપંચ વિના રઝળી રહીં છે 138 ગ્રામ પંચાયતો, ચૂંટણી અભાવે ગ્રામજનો ભોગવી રહ્યા છે હાલાકી

આ પણ વાંચો: Mehsana : મહેસાણાનો એક એવો ઓવર બ્રિજ કે જે બન્યો ત્યારથી વિવાદમાં..!

આ પણ વાંચો: Valsad : વલસાડમાં વાતાવરણ પલટો, ભારે વરસાદથી પતરાના શેડ ઉડ્યા

Tags :
Advertisement

.