ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અયોધ્યાના દિપોત્સવમાં 'પુષ્પક વિમાન'નું આકર્ષણ, ત્રેતા યુગની યાદો તાજી થશે

આ વર્ષનો દીપોત્સવ ‘त्रेतायुग की वापसी’ ની થીમ પર આધારિત છે. લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામના અયોધ્યા પાછા ફરવાની વાર્તાને જીવંત બનાવવા માટે, રામ કી પૈડી ખાતે 32 ફૂટ લાંબુ, 25-30 ફૂટ ઊંચુ અને 20 ફૂટ પહોળું પુષ્પક વિમાન (Pushpak Viman) બનાવવામાં આવી રહ્યું છે. મોરના આકાર પર આધારિત આ શાહી ડિઝાઇન આધુનિક EPC સીટ મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જે તેને હલકું અને ટકાઉ બનાવે છે.
06:07 PM Oct 18, 2025 IST | PARTH PANDYA
આ વર્ષનો દીપોત્સવ ‘त्रेतायुग की वापसी’ ની થીમ પર આધારિત છે. લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામના અયોધ્યા પાછા ફરવાની વાર્તાને જીવંત બનાવવા માટે, રામ કી પૈડી ખાતે 32 ફૂટ લાંબુ, 25-30 ફૂટ ઊંચુ અને 20 ફૂટ પહોળું પુષ્પક વિમાન (Pushpak Viman) બનાવવામાં આવી રહ્યું છે. મોરના આકાર પર આધારિત આ શાહી ડિઝાઇન આધુનિક EPC સીટ મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જે તેને હલકું અને ટકાઉ બનાવે છે.

Ayodhya Deepotsav - 2025 : અયોધ્યામાં દીપોત્સવ 2025 (Ayodhya Deepotsav - 2025) દરમિયાન રામ કી પૈડી (Ram Ki Paidi) ખાતે 32 ફૂટ લાંબું પુષ્પક વિમાન (Pushpak Viman) ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. યોગી આદિત્યનાથના (Yogi Adityanath - UP CM) માર્ગદર્શન હેઠળ, આ કાર્યક્રમ રામાયણ કાળ (Ramayan Kal) અને આધુનિક ટેકનોલોજીની ઝલકનો અદ્ભુત સંગમ રજૂ કરશે.

નવું નજરાણું ઉમેરાશે

આ વખતે દીપોત્સવ 2025 માં અયોધ્યા (Ayodhya Deepotsav - 2025) ફક્ત પ્રકાશથી જ નહીં, પરંતુ શ્રદ્ધા અને ટેકનોલોજીના સંગમથી પણ ઝળહળશે. આ વખતે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જન્મસ્થળ એક એવો નજારો જોશે જે ભક્તોને વૈચારીક રીતે સીધા રામાયણ કાળમાં લઈ જશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી રહેલ 'પુષ્પક વિમાન' (Pushpak Viman) દીપોત્સવનું સૌથી મોટું આકર્ષણ અને એક નવું 'સેલ્ફી પોઇન્ટ' બનવા માટે તૈયાર છે.

રામાયણ કાળની ઝલક, આધુનિક ટેકનોલોજીનો સંગમ

આ વર્ષનો દીપોત્સવ ‘त्रेतायुग की वापसी’ ની થીમ પર આધારિત છે. લંકા જીત્યા પછી ભગવાન શ્રી રામના અયોધ્યા પાછા ફરવાની વાર્તાને જીવંત બનાવવા માટે, રામ કી પૈડી ખાતે 32 ફૂટ લાંબુ, 25-30 ફૂટ ઊંચુ અને 20 ફૂટ પહોળું પુષ્પક વિમાન (Pushpak Viman) બનાવવામાં આવી રહ્યું છે. મોરના આકાર પર આધારિત આ શાહી ડિઝાઇન આધુનિક EPC સીટ મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જે તેને હલકું અને ટકાઉ બનાવે છે.

રામ કી પૈડી શ્રદ્ધા અને સુંદરતાનો સંગમ બનશે

રામ કી પૈડી ખાતે પુષ્પક વિમાનની (Pushpak Viman) સામે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણનું ભવ્ય ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. ભક્તો આ અદભુત દૃશ્ય સાથે ફોટા પાડી શકશે. દીવાઓની શ્રેણી, લેસર લાઇટ શો અને ફૂલોની વર્ષા સાથે, આ સ્થળ અયોધ્યાના સાંસ્કૃતિક પર્યટનનું એક નવું પ્રતીક બનશે.

અયોધ્યાને સાંસ્કૃતિક રાજધાની બનાવવી, યોગી સરકારનું લક્ષ્ય

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે કે, દીપોત્સવના દરેક દ્રશ્યમાં રામાયણની ભાવના જીવંત થાય. રામ કી પૈડી, ધર્મપથ અને રામકથા પાર્કને થીમ આધારિત સજાવટથી શણગારવામાં આવી રહ્યા છે. યોગી સરકાર અયોધ્યાને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈશ્વિક સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની તરીકે પણ કલ્પના કરે છે.

કારીગરોની મહેનતથી બનાવવામાં આવેલું સુવર્ણ પુષ્પક વિમાન

અયોધ્યા, લખનૌ અને વારાણસીના પરંપરાગત કારીગરો આ પુષ્પક વિમાનને (Pushpak Viman) આકાર આપી રહ્યા છે. સોનેરી રંગો, મોરના પીંછાની ડિઝાઇન અને શાહી કલાત્મકતાથી શણગારેલું આ વિમાન પ્રકાશના ઉત્સવની ભવ્યતાને નવી ઊંચાઈએ પહોંચાડશે.

સાંસ્કૃતિક આત્માને વિશ્વ સમક્ષ રજૂ કરાશે

જ્યારે અયોધ્યાનું પુષ્પક વિમાન (Pushpak Viman) લાખો દીવાઓના પ્રકાશમાં ચમકશે, ત્યારે આ દૃશ્ય ભક્તો માટે સ્વર્ગીય અનુભવ હશે. એવું લાગશે કે ત્રેતાયુગનું અયોધ્યા ફરી જીવંત થઈ ગયું છે. સાર્ક મીડિયાના સૌરભ કુમાર સિંહે સમજાવ્યું કે પ્રકાશના ઉત્સવનો હેતુ ફક્ત દ્રશ્ય સુંદરતા નથી, પરંતુ અયોધ્યાના સાંસ્કૃતિક આત્માને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.

આ પણ વાંચો -----  Dhanteras  : દીપોત્સવનો પ્રારંભ- મહાલક્ષ્મીના આહ્વાનથી શરૂ

Tags :
AddedAttractionDeepotsav2025GujaratFirstgujaratfirstnewsGujaratiNewsPushpakVimanUPAyodhya
Next Article