ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

UP bypolls : SP ની ફરિયાદ બાદ ચૂંટણી પંચે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

UP માં 9 બેઠકો પર યોજાઈ પેટાચૂંટણી SP પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા યુપી (UP)માં 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)એ અનેક જગ્યાએ પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો...
08:41 PM Nov 20, 2024 IST | Dhruv Parmar
UP માં 9 બેઠકો પર યોજાઈ પેટાચૂંટણી SP પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા યુપી (UP)માં 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)એ અનેક જગ્યાએ પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો...
  1. UP માં 9 બેઠકો પર યોજાઈ પેટાચૂંટણી
  2. SP પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો
  3. ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

યુપી (UP)માં 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)એ અનેક જગ્યાએ પોલીસકર્મીઓ પર મતદારોને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. SP ની ફરિયાદોને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ સિસમાઉમાં બે ઈન્સ્પેક્ટર અરુણ સિંહ અને રાકેશ નાદરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર મતદારો સાથે ગેરવર્તન કરવાનો અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

કાનપુરમાં પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ...

કાનપુરના પોલીસ કમિશનર અખિલ કુમારે પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા પર કહ્યું કે, અમને માહિતી મળી હતી કે કેટલાક પોલીસકર્મીઓ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા નથી. તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. અમને માહિતી મળી હતી કે બહારથી લોકો મતવિસ્તારમાં પ્રવેશ્યા છે. તેને ધ્યાનમાં રાખીને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને માહિતી આપી હતી...

સપાના વડા અખિલેશે ટ્વીટ કરીને કહ્યું કે, અમે તે તમામ મતદારોને અપીલ કરીએ છીએ જેમને અગાઉ મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા તેઓ ફરીથી મતદાન કરવાનો પ્રયાસ કરે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે વાત કર્યા બાદ વીડિયો અને ફોટો પુરાવાના આધારે ભ્રષ્ટ અને પક્ષપાતી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બાકીના દોષિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : Jharkhand માં આ વખતે ભાજપની સરકાર!, Matrize Exit Poll અનુસાર કોને કેટલી બેઠકો મળી...

SP ના ઉમેદવારે ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી...

દરમિયાન સપાના ઉમેદવાર હાજી રિઝવાને કુંડારકી પેટાચૂંટણી રદ કરવાની માંગ કરી છે. હાજી રિઝવાને ચૂંટણીમાં ધાંધલધમાલનો આરોપ લગાવતા ચૂંટણી પંચને ચૂંટણી રદ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો : Maharashtra માં મહાયુતિ કે MVA!, Matrize એક્ઝિટ પોલમાં NDA ને 170 બેઠકો મળવાની ધારણા

ચૂંટણી પંચે કાર્યવાહીના આદેશ આપ્યા હતા...

પેટાચૂંટણી દરમિયાન કેટલાક સમુદાયોને મતદાન કરવાથી રોકવા અંગે SP દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ફરિયાદોને ધ્યાનમાં લેતા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓઓને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. અને મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપી હતી. અધિકારીઓને તમામ ફરિયાદોની તાત્કાલિક નોંધ લેવા અને ત્વરિત પગલાં લેવા અને ફરિયાદીને સોશિયલ મીડિયા દ્વારા ટેગ કરીને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓને ચેતવણી આપવામાં આવી હતી કે કોઈ પણ લાયક મતદારને મતદાન કરવાથી રોકવામાં નહીં આવે અને કોઈપણ પ્રકારના ભેદભાવપૂર્ણ વલણને સાંખી લેવામાં આવશે નહીં. અધિકારીઓએ કહ્યું કે ચૂંટણી અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મળ્યા બાદ જો કોઈ દોષિત જણાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : બીડના ઉમેદવાર Balasaheb Shinde નું નિધન, મતદાન કેન્દ્ર પર જ આવ્યો હાર્ટ એટેક

Tags :
Akhilesh Yadavcops suspended for rule violationsGujarati NewsIndiaNationalSamajwadi Partyup by election ElectionUp Newsupbypolls
Next Article