UP : કોંગ્રેસના નેતાએ રાફેલને રમકડું ગણાવ્યું, ભાજપે કહ્યું, 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બન્યું'
- ઉત્તરપ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાનની બાલીશ હરકત
- ભારતના આધુનિક રાફેલ પ્લેનને રમકડાં સાથે સરખાવતા વિવાદ
- કોંગ્રેસના નેતાની હરકત સામે ભાજપે આકરા પ્રહાર કર્યા
UP : જમ્મુ અને કાશ્મારીના પહલગામમાં આતંકી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો છે. ભારત રોજ કોઇને કોઇ મોરચે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે, અને તેને ભયંકર લાચારીમાં ધકેલી રહ્યું છે. ભારતની સૈન્યની જવાબી કાર્યવાહીના ફફાડટથી પાકિસ્તાની આકાઓની ઉંઘ હરામ થઇ છે. ત્યારે કોંગ્રેસના નેતા અજય રાયે (AJAY RAI - CONGRESS) ભારતના આધુનિક ફાઇટર પ્લેન રાફેલને રમકડું ગણાવ્યું છે. સામે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું છે.
કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવાની ખુલ્લી છુટ આપી
આતંકવાદ સામેની લડાઇમાં દુનિયા ભારત સામે પાકિસ્તાન વિરૂદ્ધ ઉભી છે. આતંકવાદની ઘટના બાદ ભારતના વ્યુહાત્મક પગલાં અને તેને દુનિયાના દેશોનું સમર્થન જોઇને પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. ભારતના વડાપ્રધાને તો સેનાઓના પ્રમુખનો કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવાની ખુલ્લી છુટ આપી દીધી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા અજય રાયે ભારતના આધુનિક ફાઇટર પ્લેન રાફેલનને રમકડા જોડે સરખાવ્યું છે. જેને પગલે વિવાદ છેડાયો છે.
કોંગ્રેસ ખુદ એક મજાક બની ગઇ છે
કોંગ્રેસના નેતાની કરતુત બાદ ભાજપ તેના પર ભડક્યું છે. અને આકરો પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું છે. ભાજપના પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ ખુદ એક મજાક બની ગઇ છે. કોંગ્રેસને કોર્ટમાંથી અનેક ફટકાર પડી છે. આમ, કોંગ્રેસના નેતાની હરકતનો ભાજપ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જો કે, કોંગ્રેસે સત્તાવાર નિવેદનમાં આતંકવાદી વિરોધી કોઇ પણ જવાબી કાર્યવાહીમાં ખુલ્લા સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો --- Haryana : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય Dharam Singh Chhoker ની ED એ કરી ધરપકડ, જાણો શું છે આરોપ