Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસકર્મીએ યુવકને 6 સેકેન્ડમાં 10 વાર પટ્ટાનો ક્રૂરતાપૂર્વક માર માર્યો

UP Police Viral Video : ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ વીડિયો 9 સપ્ટેમ્બરનો છે
પોલીસકર્મીએ યુવકને 6 સેકેન્ડમાં 10 વાર પટ્ટાનો ક્રૂરતાપૂર્વક માર માર્યો
Advertisement
  • 10 સેકેન્ડની અંદર આશરે 10 થી 12 ક્રુરતાપૂર્વક પટ્ટા માર્યા
  • ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ વીડિયો 9 સપ્ટેમ્બરનો છે
  • દારૂ પીને તેની માતા અને બહેનને મારતો હતો

UP Police Viral Video : Uttar Pradesh ના ઈટવામાંથી એક પોલીસકર્મીનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ પોલીસકર્મીએ એક યુવકને બેરહેમી રીતે માર મારી રહ્યો છે. ત્યારે આ ઘટનાનો તેની આસપાસ આવેલા અન્ય વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરી મૂક્યો છે. ત્યારે આ વીડિયોમાં જે પોલીસકર્મી જોવા મળી રહ્યો છે કે, તેનું નામ જગદીશ ભાટી તરીકે સામે આવ્યું છે. તેણે યુવકને પોતાના પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.

ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ વીડિયો 9 સપ્ટેમ્બરનો છે

તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસકર્મી જગદીશ ભાટી એક પટ્ટા વડે પોલીસ સ્ટેશનમાં એક યુવકેને ઢોર મારી રહ્યો છે. તેણે 10 સેકેન્ડની અંદર આશરે 10 થી 12 ક્રૂરતાપૂર્વક પટ્ટા માર્યા હતા. તો તેની પાસે ઉભેલો અન્ય પોલીસકર્મી આ બધુ ચૂપચાપ જોઈ રહ્યો હતો. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ વિસ્તારના મુખ્ય એસએસપી પોલીસકર્મી દ્વારા આ વીડિયોને લઈ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ વીડિયો આશરે 2 મહિના જૂનો હોવાનું માલૂમ પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો: હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા DY Chandrachud એ...

Advertisement

દારૂ પીને તેની માતા અને બહેનને મારતો હતો

આ ઘટના મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં આવેલા ઈટવા જિલ્લાના બકેવર વિસ્તારના મહેવા પોલીસ સ્ટેશનની છે. જોકે પોલીસકર્મી જગદીશ ભાટી દ્વારા કયા કારણોસર આ યુવકને પટ્ટા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો, તે સામે આવ્યું નથી. વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે આ વીડિયો 9 સપ્ટેમ્બર 2024 નો છે. જેમાં માર મારનાર યુવકનું નામ મયંક છે. તેના ઉપર આરોપ છે કે તે દારૂ પીને તેની માતા અને બહેનને મારતો હતો અને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. હાલમાં, યુવકને જેલમાં મોકલી દેવાયો હતો. પરંતુ તે બહાર આવી ગયો છે. આ વીડિયો કોણે બનાવ્યો અને કેવી રીતે વાયરલ થયો તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: માણસ જીવન દરમિયાન આટલા કિલો ખોરાકનું સેવન કરે છે? જાણો...

Tags :
Advertisement

.

×