UP ના ચકચારી સિરપ કાંડની તપાસ કરશે SIT, 128 FIR દાખલ
- સિરપ કાંડમાં ઉત્તરપ્રદેશની સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
- તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી
- અત્યાર સુધીમાં 28 જિલ્લાઓમાં 128 ફરિયાદ દાખલ કરાઇ
UP Syrup Case SIT Investigation : ઘણા સમયથી સમાચારમાં રહેલા UP ના સીરપ કાંડમાં અંગે પ્રથમ વખત સંયુક્ત પત્રકાર પરિષદમાં મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ, DGP રાજીવ કૃષ્ણા અને FSDA કમિશનર રોશન જેકબે અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવાયું કે, રાજ્ય સ્તરીય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે કોડીન ધરાવતા સીરપની દાણચોરી અને બનાવટી દસ્તાવેજોથી સ્થાપિત તબીબી કંપનીઓના નાણાકીય વ્યવહારોની તપાસ કરશે. આ SIT ટૂંક સમયમાં બનાવવામાં આવશે. IG સ્તરના અધિકારી તેના હવાલે રહેશે. આ SIT નિયમિતપણે ચાલી રહેલી તમામ તપાસની સમીક્ષા કરશે, અને નાણાકીય વ્યવહારો સંબંધિત તથ્યોની તપાસ કરશે. દોષિત ઠરેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો નિર્દેશ
ગૃહ સચિવ સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, SIT તમામ તથ્યો એકત્રિત કરશે, અને દરેક પાસાની તપાસ કર્યા પછી તેનો રિપોર્ટ તૈયાર કરશે. DGPએ જણાવ્યું હતું કે, તબીબી ઉપયોગને બદલે નશાના હેતુ માટે સીરપની દાણચોરી કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર ફરતા થયા
ડીજીપી રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આ બાબતે સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મેડિકલ સ્ટોર માલિકને ફક્ત આ સીરપ વેચવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા નથી. જો આ સીરપ ડ્રગના ઉપયોગ માટે દાણચોરી કરવામાં આવી રહી હોય, તો તે ગુનો ગણાશે. આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સિરપ પ્રતિબંધ નથી, પણ પદ્ધતિ ખોટી
FSDA કમિશનર રોશન જેકબે જણાવ્યું હતું કે, 28 જિલ્લામાં 128 FIR દાખલ કરવામાં આવી છે. આ બધી FIR કોડીન ધરાવતી સીરપનો નશાના માધ્યમ તરીકે ઉપયોગ કરવા બદલ દાખલ કરવામાં આવી હતી. લાઇસન્સ રદ થયા પછી પણ આ સીરપ સપ્લાય કરતી નકલી કંપનીઓ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ફેન્સેડિલ, ન્યૂ ફેન્સેડિલ કે અન્ય કોઈપણ સીરપ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. ટીમને નાના દુકાનદારોને હેરાન ન કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો ------ ગોવા ક્લબ દુર્ઘટનામાં આરોપી બંધુઓ વિદેશ ભાગ્યા, તપાસમાં CBI ની એન્ટ્રીની શક્યતા