Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સાધુઓનાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ!

સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ સમાજને શર્મસાર કરે એવા વીડિયો વાઇરલ થયા છે.
botad   ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સાધુઓનાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ
Advertisement
  1. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ બે સાધુઓનાં બિભત્સ વીડિયો વાઇરલ
  2. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામીનો વીડિયો વાઇરલ થયો
  3. કિશોર પાસે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતા વિશ્વજીવન સ્વામીનો વીડિયો વાઇરલ
  4. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનું શરમજનક કૃત્ય!
  5. વીડિયો સાથે-સાથે બીભસ્ત વોટ્સએપ ચેટ પણ થઈ વાયરલ

Botad : સ્વામિનારાયણ સંપ્રદાય (Gadhada Swaminarayan sect) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ-સંત સમાજને શર્મસાર કરે એવા વીડિયો વાઇરલ થયા છે. વિશ્વજીવન સ્વામી કિશોર પાસે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતા અને ભગવતપ્રસાદ સ્વામીનો અશ્લીલ હરકતનો વીડિયો અને બીભસ્ત વોટ્સએપ ચેટ વાઇલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?

Advertisement

Advertisement

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામીનો વીડિયો વાયરલ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામીનો (Vishwajivan Swami) વીડિયો વાઇરલ થયો છે, જેમાં 17 વર્ષીય કિશોર પાસે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતા સ્વામી નજરે પડે છે. વિશ્વજીવન સ્વામીનાં ચેરમેન હરિજીવન સ્વામી સાથેના ફોટા પણ વાઇરલ થયા છે. આ વીડિયો સામે આવતા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિએ (Swaminarayan Siddhant Hit Raksha Samiti) વિરોધ દાખવ્યો છે અને સમિતિનાં મહામંત્રી હશુંભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવા નફ્ફટ બાવાઓનો નિકાલ કરો. આવા બાવાઓ ધર્મને બદનામ કરી રહ્યા છે. કિશોર પાસે ગંદી કરતૂત કરાવી રહ્યા છે. 500 રૂપિયા આપીને બાળકો પાસે આવી કરતૂત કરાવે છે તેવી ફરિયાદ છે. આ મામલે સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો - Patan : વર્ગખંડમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ Reel બનાવી અને સો. મીડિયા પર અપલોડ કરી!

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનું શરમજનક કૃત્ય!

દરમયિાન, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Vadtal Swaminarayan sect) વધુ એક સાધુ ભગવતપ્રસાદ સ્વામીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્વામીની અશ્લીલ હરકતો નજરે પડે છે. ગૃહસ્થાને ન શોભે તેવી પ્રવૃતિ સંસ્થાનાં સ્વામીએ કરી છે. ગઢડા મંદિર પાસે સંત નિવાસનો આ વાઇરલ વીડિયો હોવાની ચર્ચા છે. સાધુ ભગવતપ્રસાદનાં (Bhagwat Prasad Swami) અશ્લીલ વીડિયો સાથે-સાથે બીભસ્ત વોટ્સએપ ચેટ પણ વાઇરલ થઈ છે. વાઇરલ થયેલો આ વીડિયો નવેમ્બર-2024 નો હાવાનું ચર્ચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, અગાઉ પણ ભગવતપ્રસાદ સ્વામીનો બીભસ્ત વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો - Ahmeadbad : સાતિર બંટી-બબલીની ધરપકડ, ચોરી કરવાની રીત જાણી ચોંકી ઉઠશો!

Tags :
Advertisement

.

×