Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran War: ઈરાનના કાળા વાદળથી ગુજરાત પર સંકટનો ખતરો!

US Iran War: ઈરાન, અમેરિકા અને ઈઝારયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે દુનિયાના મોટાભાગના દેશો સંકટમાં ફસાય તેવી શક્યતા છે. આર્થિક વાત છોડી દઈએ તો તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાની સંભાવના છે. ગુજરાત સહીત ભારતના ત્રણ રાજ્યો પર આના દુષ્પ્રભાવ પડવાની સંભાવના છે. આ મામલામાં જળવાયુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ નીતિના વિશેષજ્ઞ પ્રોફેસર અંજલ પ્રકાશે ઘણી મહત્ત્વની જાણકારી આપી છે.
us iran war  ઈરાનના કાળા વાદળથી ગુજરાત પર સંકટનો ખતરો
Advertisement

. ઝેરી વાદળોને કારણે ઈરાનમાં શ્વાસના રોગો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો
. એસિડ રેનને કારણે જમીનની ફળદ્રુપતા ઘટતા ખેત ઉત્પાદનમાં 10-15% સુધીનો ઘટાડો થઈ શકે છે
. પવનની દિશા બદલાતા ઈરાનનો ઝેરી ધુમાડો ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો સુધી પહોંચવાની શક્યતા

US Iran War: ઈરાન (Iran) ના ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ઠેકાણા પર અમેરિકા (US) અને ઈઝરાયલ (Israel) ની એરસ્ટ્રાઈક (Air Strike) થી રાજધાની તેહરાન (Tehran) અને તેની આસપાસના વિસ્તારોના આકાશમાં કાળા વાદળો છવાયા છે. ધુમાડાએ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરી છે. ઈરાનની રેડ ક્રીસેન્ટ (red crescent) સોસાયટીએ લોકોને એસિડ રેન (Acid Rain) થી બચવાની ચેતવણી પણ જાહેર કરી છે. ગુજરાત (Gujarat) , રાજસ્થાન (Rajasrhan) અને પંજાબ (Punjab) પર પણ આનાથી સંકટ આવવાની શક્યતા છે.

Advertisement

આ ઝેરીલા વાદળો અને એસિડ રેન (Acid Rain) ની ઈરાન (Iran) સાથે દુનિયાના બાકીના દેશો પર શું અસર પડશે તેની વાત મુખ્ય જળવાયુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ નીતિ વિશેષજ્ઞ પ્રોફેસર અંજલ પ્રકાશે (Professor Anjal Prakash) એક અખબાર સાથે વાતચીત કરી છે.

Advertisement

ડૉ. અંજલ પ્રકાશ ભારતીય સ્કૂલ ઓફ બિઝનેસમાં ક્લિનિકલ અસોસિયેટ પ્રોફેસર (રિસર્ચ) અને ભારતી ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક પોલિસીના રિસર્ચ ડાયરેક્ટર છે, IPCC ના ઘણાં રિપોર્ટ્સમાં લીડ ઑથર રહી ચુક્યા છે.

આ પણ વાંચો: US Iran War: હોર્મુઝમાં 24 જહાજો, ખાડીમાં 23000 ભારતીય નાવિકો ફસાયા: કેન્દ્ર સરકાર

Crude Oil યુક્ત કાળા વાદળોથી ભારતને પણ ખતરો?

હાલ ઈરાનથી પાકિસ્તાના પશ્ચિમ ક્ષેત્ર એટલે કે બલૂચિસ્તાન (Baluchistan) સુધી પવન ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાય રહ્યા છે. પાકિસ્તાન (Pakistan) ના હવામાન વિભાગે આ વાદળો અને ઝેરીલા ધુમાડાને લઈને પહેલા જ ચેતવણી જાહેર કરી છે. જો કે ભારત (India) ના મામલામાં હજી સીધો ખતરો ઓછો હોવાનું જાણકારો માની રહ્યા છે. હિમાલય (Himalaya) અને ઈરાનથી અંતર તેનું મુખ્ય કારણ છે.

તેમ છતાં જે જેટ સ્ટ્રીમ (Jet Stream) (ઉપરની સપાટી પર ફૂંકાનારા ઝડપી પવન) મજબૂત થાય, તો આ કાળા ગુબ્બારાના કણ ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સુધી પહોંચી શકે છે. ઈરાનના પાડોશી દેશ જેવા કે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન પહેલા પ્રભાવિત થશે. HYSPLIT જેવા વૈશ્વિક મોડલ્સ દર્શાવે છે કે ખનીજતેલ બળવાથી નીકળનારા કણ પાંચથી 10 દિવસમાં 2000થી 3000 કિલોમીટર અંતર સુધી ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: Sensex-Nfty માં 6 વર્ષનો સૌથી મોટો કડાકો, યુદ્ધ બાદ ₹ 33 લાખ કરોડ ડૂબ્યા

Acid Rain ની સંભવિત અસર

આ એસિડ રેન (Acid Rain) નો તાત્કાલિક પ્રભાવ એકથી બે સપ્તાહ સુધી બનેલો રહેવાની સંભાવના છે, પરંતુ તેની લાંબાગાળાની અસર ઘણાં વર્ષો સુધી મહેસૂસ થઈ શકે છે. માટીમાં જમા એસિડિટી 10થી 20 વર્ષ સુધી બનેલી રહી શકે છે. આ માટીની બફર ક્ષમતાને સમાપ્ત કરી દેશે. માણસોમાં આના કાણે શ્વાસ સંબંધિત રોગ 20થી 30 ટકા સુધી વધી શકે છે. બાળકો અને વૃદ્ધો પર વધારે ખતરો છે. ખેતરોમાં ઉપજ 10થી 15 ટકા ઘટી શકે છે. આનાથી આગામી સમયમાં ખાદ્ય સંકટ પણ જોવા મળશે.

તેહરાન માટે એસિડ રેન કેટલું ઘાતક?

એસિડ રેનથી ઝાડ-પાનના મૂળિયા નબળાં પડી જાય છે અને પાંદડા ખરી જાય છે અને જંગલોની જૈવ વિવિધતા પણ નષ્ટ થઈ જાય છે. માણસોમાં ન્યૂરોલોજિકલ વિકાર શક્ય છે. તેહરાન જેવા ગાઢ વસ્તીવાળા શહેરમાં જ્યાં પહેલેથી જ વાયુ પ્રદૂષણ વધારે છે, આ સ્થિતિ મહામારી જેવી બની શકે છે. ભૂતકાળમાં વિયતનામના એજન્ટ ઑરેન્જ, યુક્રેન યુદ્ધનું પ્રદૂષણનું જોખમ પેદા થઈ ચુક્યું છે.

આ કેમિકલ યુક્ત વાદળ ભારે ધાતુઓ જેવી કે લેડ, મર્ક્યુરીને મટી અને પાણીમાં જમા કરશે. તેનાથી આ ફૂડ ચેનમાં સામેલ થઈ જશે અને પછી ભોજન મારફત શરીરમાં પહોંચીને ડીએનએને નુકશાન પહોંચાડી શકે છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓનો પણ ખતરો છે.

આ પણ વાંચો: Oil Prices: દૈનિક 1.5 કરોડ બેરલ ખનીજતેલની તંગી? $200 ભાવ પહોંચે તેવી ભીતિ!

Global Warming સામેની લડાઈને અસર

પર્યાવરણ સંરક્ષણમાં દેશોની ઈચ્છાશક્તિથી સકારાત્મક પરિણામ દેખાય છે. પેરિસ સમજૂતીથી ઉત્સર્જનમાં ઘટાડો આવ્યો છે, પરંતુ યુદ્ધોના કારણે પર્યાવરણ સંરક્ષણ પર વિપરીત અસર પડી છે. યૂક્રેનમાં બોમ્બમારાથી 35 મિલિયન ટન કાર્બન ડાયઓક્સાઈડ જેટલું પ્રદૂષણ થયું. હવે ઈરાનમાં ક્રૂડ ઓઈલ બળવાને કારણે દૈનિક લાખો ટન ગ્રીનહાઉસ ગેસ વાયુમંડળમાં સમાઈ રહ્યો છે. આ જળવાયુ પરિવર્તનની વિરુદ્ધની લડાઈને નિશ્ચિતપણે કમજોર કરી રહ્યું છે.

Gujarat સહીત ત્રણ રાજ્યોને અસરની શક્યતા

જો ઉપરની સપાટી પર ફૂંકાનારા ઝડપી પવનો મજબૂત થશે, તો ઈરાના ઓઈલ ઠેકાણાઓ પરથી ઉઠેલા કાળા ગુબ્બારના કણો ગુજરાત, રાજસ્થાન અથવા પંજાબ સુધી પહોંચી શકે છે. પાડોશી દેશ જેવા કે અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન પહેલા જ આનાથી પ્રભાવિત થશે.

આ પણ વાંચો: ટ્રમ્પનો યુદ્ધ જીતવાનો દાવો, US ઈન્ટેલિજન્સે કહ્યુ-Iran ની સત્તા હજી મજબૂત!

યુદ્ધોને કારણે ગરમી વધવાની સંભાવના

આ યુદ્દ ઉત્સર્જનને વધારીને વોર્મિંગને 2.3 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જઈ શકે છે. ઈરાન જેવા ઓઈલ ઉત્પાદક દેશમાં યુદ્ધથી વૈશ્વિક ઊર્જા સંકટ પેદા થશે, કોલસા પર નિર્ભરતા વધશે. તેના કારણે પણ ગરમી ભયાનક સ્તર પર પહોંચી શકે છે.

ઈરાને શું કરવું જોઈએ?

ઈરાને તાત્કાલિક વાયુ ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશન સ્થાપિત કરીને પ્રભાવિત માટીને ચૂનાથી ન્યૂટ્રલાઈઝ કરવી જોઈએ અને સ્વાસ્થ્ય શિબિરો લગાવવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે UNEP-WHO ની સંયુક્ત સહાયતા ટીમ મોકલવી જોઈએ. વૈશ્વિક સંધિઓમાં યુદ્ધકાલિન પર્યાવરણ સંરક્ષણની જોગવાઈ જોડવાની પણ જરૂર છે.

ભારતે પાકિસ્તાન સીમા પર મોનિટરિંગને મજબૂત કરીને મોનસૂન પૂર્વ ચેતવણી જાહેર કરવીજોીએ. વિકાસશીલ દેશો માટે જળવાયુ શાંતિ કોષ બનાવવામાં આવે કે જે યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાં હરિત પુનર્વાસ ફંડ કરે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં પર્યાવરણ અપરાધના કેસ ચલાવવામાં આવે.

આ પણ વાંચો: અમેરિકાના વિમાનવાહક જહાજ USS Abraham Lincoln ને ભગાડવાનો Iran નો દાવો!

Tags :
Advertisement

.

×