US-Israel Iran War: CM ભગવંત માન વિદેશમાં ફસાયેલા પંજાબીઓની વ્હારે, હેલ્પલાઇન નંબર કર્યા જાહેર
- US-Israel Iran War: CM ભગવંત માનએ NRI વિંગને સક્રિય કરી
- વિદેશમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
- ઈરાને અમેરિકા સાથે વાતચીતનો ઈન્કાર કર્યો
US-Israel Iran War: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઘણા પંજાબી પરિવારો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ફસાયેલા છે. તેમાંના મોટા ભાગના પ્રવાસીઓ છે જેઓ પ્રવાસ પર ગયા હતા પરંતુ ફ્લાઇટ રદ થવાને કારણે ઘરે પાછા ફરી શક્યા ન હતા. પંજાબ સરકારે તેમના સુરક્ષિત પાછા ફરવા માટે પગલાં લીધા છે અને NRI વિંગ નંબરો જાહેર કર્યા છે.
US-Israel Iran War:"વહેલી તકે તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ"
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ કહ્યું આરબ દેશોમાં યુદ્ધના કારણે ઘણા પંજાબીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને સરકારે NRI વિંગના સંપર્ક નંબરો જાહેર કર્યા છે. CM ભગવંત માને કહ્યું વધુમાં કહ્યું "આરબ દેશોમાં ચાલી રહેલી લડાઈને કારણે આ દેશોમાં ઘણા પંજાબીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે જ અમે NRI વિંગ નંબરો જાહેર કર્યા છે. જો કોઈના પરિવારજનો દેશોમાં ફસાયેલ હોય તો કૃપા કરીને તાત્કાલિક તેમનો સંપર્ક કરો. હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું. અમે તેમને શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ."
ਅਰਬ ਦੇਸ਼ਾਂ ਦੇ ਵਿੱਚ ਲੜਾਈ ਲੱਗਣ ਕਰਕੇ ਬਹੁਤ ਸਾਰੇ ਪੰਜਾਬੀ ਇਹਨਾਂ ਮੁਲਕਾਂ ਵਿੱਚ ਮੁਸੀਬਤਾਂ ਦਾ ਸਾਹਮਣਾ ਕਰ ਰਹੇ ਨੇ .. ਅੱਜ NRI Wing ਦੇ ਨੰਬਰ ਜਾਰੀ ਕਰ ਰਹੇ ਹਾਂ ਜੇ ਕੋਈ ਖੁਦ ਜਾਂ ਉਹਨਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਦਾ ਮੈਂਬਰ ਇਹਨਾਂ ਮੁਲਕਾਂ ਵਿੱਚ ਫਸਿਆ ਹੈ ਤਾਂ ਤੁਰੰਤ ਸੰਪਰਕ ਕਰੋ.. ਮੈਂ ਵਿਦੇਸ਼ ਮੰਤਰਾਲੇ ਦੇ ਨਾਲ ਸੰਪਰਕ ਵਿੱਚ ਹਾਂ ਜਲਦੀ ਉਹਨਾਂ…
— Bhagwant Mann (@BhagwantMann) March 2, 2026
NRI વિંગ પંજાબ 24/7 કંટ્રોલ રૂમ
0172-2260042
0172-2260043
વોટ્સએપ નંબર
+919478779112
ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સંદર્ભમાં વિદેશમાં ભારતીય મિશન સાથે સંપર્કમાં છે.
US-Israel Iran War: ઇરાનનના અનેક સ્થળો મોટા હુમલા
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ અમેરિકા અને ઇઝરાયલે રવિવારે ઈરાનમાં અનેક સ્થળોએ મોટા હુમલા કર્યા, બેલિસ્ટિક મિસાઇલ બેઝ પર બોમ્બમારો કર્યો અને યુદ્ધ જહાજોનો નાશ કર્યો છે.
ઈરાને અમેરિકા સાથે વાત કરવાનો કર્યો ઈન્કાર
યુધ્ધની ભયાનક સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના નવા નેતૃત્વ સાથે વાતચીત કરવાના સંકેતો વચ્ચે એક ટોચના ઈરાની સુરક્ષા અધિકારીએ કહ્યું કે તેઓ વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરશે નહીં. ટ્રમ્પે રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાનના નવા નેતૃત્વ સાથે વાત કરવા તૈયાર છે. તેમણે 'ધ એટલાન્ટિક' મેગેઝિન સાથે વાત કરી હતી, "તેઓ વાત કરવા માંગે છે, હું વાત કરવા સંમત થયો છું, તેથી હું તેમની સાથે વાત કરીશ." જોકે, ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ X પર ચેતવણીના સ્વરમાં લખ્યું, "અમે અમેરિકા સાથે વાટાઘાટો કરીશું નહીં."
આ પણ વાંચોઃ US-Israel Iran War: 'અમને મદદ કરો’, ફ્લાઈટ્સ બંધ થતાં મહેસાણાના 3 વેપારી દુબઈમાં અટવાયા


