Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US : ફેડરલ ટેક્સ કેસમાં Joe Biden નો પુત્ર Hunter Biden દોષિત, આરોપ સ્વીકાર્યા

હન્ટરએ ટેક્સ ફ્રોડ કેસમાં આરોપ સ્વીકાર્યા 16 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે હન્ટર અન્ય કેસોમાં પણ સામેલ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન (Hunter Biden)ની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હન્ટર છેલ્લા...
us   ફેડરલ ટેક્સ કેસમાં joe biden નો પુત્ર hunter biden દોષિત  આરોપ સ્વીકાર્યા
Advertisement
  1. હન્ટરએ ટેક્સ ફ્રોડ કેસમાં આરોપ સ્વીકાર્યા
  2. 16 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે
  3. હન્ટર અન્ય કેસોમાં પણ સામેલ

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન (Hunter Biden)ની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હન્ટર છેલ્લા ઘણા સમયથી કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા છે. અમેરિકી (US) રાષ્ટ્રપતિના પુત્ર વિરૂદ્ધ અનેક કેસ પેન્ડિંગ છે. આમાંનો એક કેસ ટેક્સ ફ્રોડનો પણ છે. હન્ટર પર કરચોરીનો આરોપ છે અને આ આરોપ સંઘીય સ્તરે છે અને કોર્ટના દસ્તાવેજો દ્વારા પણ આનો પુરાવો છે. અમેરિકી (US) રાષ્ટ્રપતિના પુત્ર પર ટેક્સ ચોરીના 9 કેસ છે. હવે આ ટેક્સ ચોરીના મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેના કારણે હન્ટરને જેલની સજા પણ થઈ શકે છે.

હન્ટરએ ટેક્સ ફ્રોડ કેસમાં આરોપ સ્વીકાર્યા...

હન્ટરે ટેક્સ ચોરીના 9 કેસમાં આરોપ સ્વીકાર્યા છે. હન્ટર (Hunter Biden) પર 1.4 મિલિયન ડોલરની કરચોરીનો આરોપ છે, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે 11.75 કરોડ રૂપિયા છે. હન્ટરે લોસ એન્જલસ કોર્ટમાં ન્યાયાધીશોની સામે તેની સામેના આરોપો સ્વીકાર્યા.

Advertisement

Advertisement

આ પણ વાંચો : વસ્તી બાદ Plastic Pollution માં પણ ભારત અવલ્લ સ્થાનેે, વાંચો અહેવાલ

16 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે...

આ કેસમાં હન્ટર (Hunter Biden) હાલમાં બોન્ડ પર જેલમાં જતા બચી જશે. આ કેસમાં હન્ટરને 16 ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : તાલિબાનનો એક નિર્ણય અફઘાનિસ્તાનની આખી પેઢીના ભવિષ્ય માટે બન્યો મોટો ખતરો

હન્ટર અન્ય કેસોમાં પણ સામેલ...

હન્ટર માત્ર કરચોરીના કેસમાં જ નહીં પરંતુ અન્ય કેસોમાં પણ સામેલ છે. હન્ટર સામે ડ્રગ્સનો ઉપયોગ અને ગેરકાયદેસર બંદૂક રાખવાના કેસ પણ પેન્ડિંગ છે અને આ કેસોમાં પણ હન્ટર (Hunter Biden)ને સજા થઈ શકે છે.

આ પણ વાંચો : રશિયની જાસૂસ હતી આ Whale! રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.

×