MAGA નું રટણ કરતા Donald Trump ની અમેરિકામાં લોકપ્રિયતા તળિયે!
- અમેરિકી ચૂંટણીમાં મોટો ધડાકો: Donald Trump વગર મેદાનમાં ઉતરશે રિપબ્લિકન!
- મિડટર્મ ઇલેક્શનમાં ટ્રમ્પના નામ કે ચહેરાનો ઉપયોગ ન કરવાની રણનીતિ
- ઈરાન યુદ્ધ અને મોંઘવારીને કારણે ટ્રમ્પના રેટિંગમાં રેકોર્ડબ્રેક ઘટાડો
- ચૂંટણીને 'ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ્સ' બનતી અટકાવવા સલાહકારોનો માસ્ટર પ્લાન
- કટ્ટર MAGA સમર્થકો પણ ટ્રમ્પથી નારાજ, 17% વોટર્સે વ્યક્ત કર્યો પસ્તાવો
- ડેમોક્રેટ્સ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઈન ચલાવી સત્તા ટકાવી રાખવા પક્ષનો નવો દાવ
Donald Trump News: અમેરિકામાં આ વર્ષના અંતમાં યોજાનારી મિડટર્મ ઈલેક્શન (US Midterm Election) ને લઈને રિપબ્લિકન પાર્ટી (Republican Party) એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લેવા જઈ રહી છે. આ વખતે પાર્ટી ચૂંટણી મેદાનમાં ન તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) ચહેરાનો ઉપયોગ કરશે કે ન તો તેમના નામે મત માંગશે. ટ્રમ્પના અંગત સલાહકારો જ આ નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે, કારણ કે આ ચૂંટણી જીતવી પાર્ટી માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.
Donald Trump: શું છે નવો પ્લાન?
એક મીડિયા રિપોર્ટસ મુજબ, સલાહકારો ઈચ્છે છે કે આ ચૂંટણી 'ટ્રમ્પ વિરુદ્ધ ડેમોક્રેટ્સ' બનવાને બદલે 'ડેમોક્રેટ્સ વિરુદ્ધ રિપબ્લિકન' બને. આ વર્ષે યુએસ કોંગ્રેસની 435 અને સેનેટની 35 બેઠકો માટે મતદાન થવાનું છે. હાલમાં રિપબ્લિકન પાસે 217 અને ડેમોક્રેટ્સ (Democrats) પાસે 212 બેઠકો છે. જો આ મિડટર્મમાં હાર મળે તો ભવિષ્યની રાહ મુશ્કેલ બની શકે તેમ છે.
લોકપ્રિયતામાં મોટો ઘટાડો
ટ્રમ્પના સલાહકારો માને છે કે ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિને કારણે જનતામાં ભારે રોષ છે. એસોસિએટેડ પ્રેસ (AP) મુજબ, એપ્રિલમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને માત્ર 30 ટકા પર આવી ગયું છે, જે માર્ચમાં 38 ટકા હતું. ખાસ કરીને જીવનનિર્વાહ અને આર્થિક નીતિઓ પર માત્ર 22 ટકા લોકોએ જ ટ્રમ્પની તરફેણ કરી છે. આ જ કારણ છે કે પાર્ટી હવે વ્યક્તિગત ફેસ વેલ્યુને બદલે પક્ષના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
MAGA સમર્થકોમાં પણ નારાજગી
માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ ટ્રમ્પના કટ્ટર સમર્થકો ગણાતા લોકો પણ હવે છેડો ફાડી રહ્યા છે. પ્રખ્યાત યુટ્યુબર ટર્કર કાર્લસન અને ફોક્સ ન્યૂઝના મેગન કેલી જેવા પ્રભાવશાળી લોકોએ પણ ટ્રમ્પનો વિરોધ શરૂ કર્યો છે. ટ્રમ્પે 2024ની ચૂંટણીમાં યુદ્ધથી દૂર રહેવાનું વચન આપ્યું હતું, જે ઈરાન યુદ્ધમાં કૂદી પડતા તૂટી ગયું છે. હવે રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટ્સ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઈન ચલાવીને સત્તા જાળવી રાખવા મથી રહી છે.
આ પણ વાંચો: Rajkot ની એઈમ્સ હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડે દર્દીને લાફો મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો


