Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એલોન મસ્ક એ EPSTEIN FILES નો ઉલ્લેખ કરી ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભિત ધમકી આપી

EPSTEIN FILES : એપ્સ્ટેઇન અને ટ્રમ્પ એકબીજાની ખૂબ નજીક માનવામાં આવતા હતા, અને બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, જે શંકા ઉપજાવે તેમ છે
એલોન મસ્ક એ epstein files નો ઉલ્લેખ કરી ડોનાલ્ડ ટ્રમ્પને ગર્ભિત ધમકી આપી
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ઇલોન મસ્કે એપ્સટિન ફાઇલનું શસ્ત્ર ઉગામ્યું
  • મસ્કે પદ પરથી દુર કરવા સુધીની ગર્ભીત ચિમકી ઉચ્ચારી
  • જો કે, આ મામલે પરિણામ મેળવવું લાગે તેટલું સરળ નથી

EPSTEIN FILES : અમેરિકાના રાષ્ટ્રપતિ (USA PRESIDENT) ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) અને ટેસ્લા (TESLA) ના માલિક એલોન મસ્ક (ELON MUSK) વચ્ચેનો ઝઘડો હવે ઉગ્ર બની રહ્યો છે. બંને મોટા વ્યક્તિત્વો પોતપોતાની શક્તિ અને સ્થિતિ અનુસાર એકબીજાને ખતમ કરી દેવાની ધમકી આપી રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિએ મસ્કની કંપનીને સરકારી સબસિડી બંધ કરવાની ધમકી આપી છે, તો સામે વળતો પ્રહાર કરતા મસ્ક એપસ્ટેઇન EPSTEIN FILES નો ઉલ્લેખ કરીને ટ્રમ્પને બ્લેકમેલ કરતા જોવા મળે છે, તેનું કહેવું છે કે, ટ્રમ્પના છુપાયેલા 'રહસ્યો' ખુલ્લા પાડશે. જાણો એપ્સટિન ફાઇલો શું છે, જેના નામનો ઉપયોગ કરીને મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પને નષ્ટ કરવાની ધમકી આપી રહ્યા છે.

મહાભિયોગ લાવવાનો નવો સંકેત પણ આપ્યો

એપ્સટિન ફાઇલોમાં કેવા પ્રકારનું 'રહસ્ય' છુપાયેલું છે, જેની ચર્ચા મસ્ક તાજેતરમાં મીડિયામાં કરી રહ્યા છે, જેને તેઓ લોકો સમક્ષ ઉજાગર કરવાનો અને અમેરિકન રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાનો દાવો કરી રહ્યા છે. આ ફાઇલોનો ઉલ્લેખ કરીને મસ્કે સાંસદમાં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ લાવવાનો નવો સંકેત પણ આપ્યો છે. જોકે, અમેરિકામાં મહાભિયોગ દ્વારા ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવા એ લાગે તેટલું સરળ નથી.

Advertisement

નેટવર્કનો પર્દાફાશ વર્જિનિયા ગિફ્રે કર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર મામલો અમેરિકન અબજોપતિ જેફરી એપ્સટિન સાથે સંબંધિત છે. વર્ષ 2019 માં એપ્સટિનપર તેના જ ઘરમાં કિશોરીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેના પર સેક્સ ટ્રાફિકિંગ કરીને દેશના ઉચ્ચ પ્રોફાઇલ લોકોને છોકરીઓ સપ્લાય કરવાનો પણ આરોપ હતો. અહેવાલોમાં જાણવા મળ્યું કે, એપ્સટિનના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ વર્જિનિયા ગિફ્રે નામની મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે ગ્રિફી આ વર્ષની શરૂઆતમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. જે અંગે યુએસ પોલીસે કહ્યું હતું કે, તેણીએ આત્મહત્યા કરી છે.

Advertisement

મોટા રાજકારણીઓ અને શાહી પરિવારના સભ્યોની સંડોવણી

વધુમાં મળતી માહિતી અનુસાર, ગ્રિફી અને એપ્સટિનના સહયોગી ઘિસ્લેન મેક્સવેલને જાણતા હતા. ગ્રિફીએ આરોપ લગાવ્યો હતો કે, મેક્સવેલે તેને એપ્સટિન સાથે પરિચય કરાવ્યો હતો. આ પછી તેણીને પૈસાની લાલચ આપીને એપ્સટિને તેણીને ઘણા મોટા રાજકારણીઓ અને શાહી પરિવારના સભ્યો પાસે મોકલી તેણીનું જાતીય શોષણ કર્યું હતું. આ બધું 1999 અને 2002 ની વચ્ચે બન્યું હતું.

શંકાસ્પદ સંજોગોમાં જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, ગ્રિફીએ આરોપ લગાવ્યો હતો કે, એપ્સટિનને તેણીને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ સહિત ઘણા મોટા અમેરિકન ઉદ્યોગપતિઓને મોકલી હતી, જે બધાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ બધા આરોપો બાદ જેફરી એપ્સટિનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2019 માં તે શંકાસ્પદ સંજોગોમાં જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જો કે, તે અંગે જેલ સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા કરી હતી.

વિરોધ પક્ષો દ્વારા આરોપ મુકાયો

2025 ની શરૂઆતમાં આ કેસોને લગતી એપ્સટિન ફાઇલોનો એક ભાગ બહાર પાડવામાં આવ્યો હતો. આ ફાઇલોમાં એપ્સ્ટેઇનના જાતીય શોષણ, ટ્રાફિકિંગ, એજન્ટો, ગ્રાહકો અને ઘણું બધું વિગતવાર જણાવાયું છે. જો કે, અત્યાર સુધીની ફાઇલોમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ક્યાંય ઉલ્લેખિત નથી, પરંતુ એપ્સટિન અને ટ્રમ્પ એકબીજાની ખૂબ નજીક માનવામાં આવતા હતા, અને બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. હકીકતે ટ્રમ્પ એપ્સટિન સાથેની મિત્રતાને કારણે આ કેસમાં તપાસના દાયરામાં છે. વિરોધી પક્ષો અને તેમના વિરોધીઓ તેમના પર એપ્સટિન કેસમાં સંડોવણીનો આરોપ લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ઝઘડા વચ્ચે એપ્સટિન ફાઇલોમાં છુપાયેલા કયા મોટા રહસ્યો બહાર આવે છે?

આ પણ વાંચો --- ન્યુઝીલેન્ડના મહિલા સાંસદે સંસદમાં બતાવ્યો નગ્ન ફોટો! કારણ જાણીને ચોંકી જશો

Tags :
Advertisement

.

×