અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાક-અફઘાન સંઘર્ષ વચ્ચે મધ્યસ્થતાની આપી ઓફર
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના ભીષણ સરહદી સંઘર્ષમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીની ઓફર કરી છે. ટ્રમ્પે દાવો કર્યો, "હું યુદ્ધો ઉકેલવામાં અને શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ણાત છું, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને તેમના સંઘર્ષનો અંત લાવીશ.
Advertisement
- Trump Mediator: અફઘાન-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહ્યો છે તણાવ
- બંને દેશો વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે
- પાક-અફઘાન તણાવ વચ્ચે ટ્રમ્પે આપી મધ્યસ્થતાની ઓફર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan Pakistan Conflict) વચ્ચે વધી રહેલા ગંભીર સરહદી સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની તત્પરતા દર્શાવી છે. સરહદ પરની હિંસક અથડામણોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે 'શાંતિ સ્થાપક' તરીકેની તેમની કથિત ભૂમિકા પર ભાર મૂક્યો છે.

