અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાક-અફઘાન સંઘર્ષ વચ્ચે મધ્યસ્થતાની આપી ઓફર
- Trump Mediator: અફઘાન-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહ્યો છે તણાવ
- બંને દેશો વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે
- પાક-અફઘાન તણાવ વચ્ચે ટ્રમ્પે આપી મધ્યસ્થતાની ઓફર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan Pakistan Conflict) વચ્ચે વધી રહેલા ગંભીર સરહદી સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની તત્પરતા દર્શાવી છે. સરહદ પરની હિંસક અથડામણોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે 'શાંતિ સ્થાપક' તરીકેની તેમની કથિત ભૂમિકા પર ભાર મૂક્યો છે.
Trump Mediator: અફઘાન-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહ્યો છે તણાવ
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેઓ યુદ્ધો ઉકેલવા અને શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ણાત છે. આ મામલે તેમણે કહ્યું, ગાઝામાં સંઘર્ષ વિરામ એ મારૂ આઠમું યુદ્ધ છે જે મે ઉકેલ્યું છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની(Afghanistan Pakistan Conflict) વાતો થઈ રહી છે.શાંતિ સ્થાપિત કરવાની તેમની ક્ષમતા પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટતા કરી: "હું યુદ્ધો ઉકેલવામાં નિષ્ણાત છું, હું શાંતિ સ્થાપિત કરવામાં નિષ્ણાત છું. આવું કરવું મારા માટે સન્માનની વાત છે.
Trump Mediator: ટ્રમ્પે આપી મધ્યસ્થતાની ઓફર
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પનું આ નિવેદન એવા નાજુક સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર અને અથડામણો થઈ છે, જેના કારણે બંને પક્ષે નોંધપાત્ર નુકસાન થયું હોવાના દાવા છે. તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે પાકિસ્તાને ઘણી અફઘાન ચોકીઓ કબજે કરી હોવાનું જણાવ્યું છે.આંતરરાષ્ટ્રીય બાબતોમાં મધ્યસ્થી કરવાની ઓફર કરીને ટ્રમ્પે ફરી એકવાર સંકેત આપ્યો છે કે તેઓ વૈશ્વિક મંચ પર સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.
આ પણ વાંચો: JDUએ ઉમેદવારીની યાદી જાહેર કરતા પહેલા ઉમેદવારોને આપ્યા મેન્ડેટ! નીતિશ કુમારના નિવાસ્થાને બેઠક