ડોનાલ્ડ ટ્રમ્પે નિશાન તાકતા ઝેલેન્સકી નરમ પડ્યા, કહ્યું, 'દિલથી આભાર'
- ઝેલેન્સકીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો
- ટ્રમ્પે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ વિશે લખ્યું હતું
- રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે અમેરિકા સતત પ્રયત્ન કરી રહ્યું છે
Zelensky Thanked Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને (Russia - Ukraine War) રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે અમેરિકાએ બીજો એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે હાલમાં ચર્ચા હેઠળ છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે, ટ્રમ્પે કહ્યું કે, યુક્રેને ક્યારેય અમેરિકાના સમર્થન અને પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પની આ ટીકા બાદ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ હવે ડોનાલ્ડ ટ્રમ્પનો દિલથી આભાર માન્યો છે (Zelensky Thanked Donald Trump).
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું ?
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, "મને એક એવું યુદ્ધ વારસામાં મળ્યું છે, જે ક્યારેય ન થવું જોઈતું હતું. એક એવું યુદ્ધ જેની કિંમત દરેકને ચૂકવવી પડી રહી છે. લાખો લોકો બિનજરૂરી રીતે માર્યા ગયા છે. યુક્રેનિયન નેતૃત્વએ અમારા પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો નથી. યુરોપ રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખે છે. ભગવાન આ યુદ્ધમાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માઓને શાંતિ આપે."
યુક્રેન ક્યારેય યુદ્ધ ઇચ્છતું નથી - ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું, "દરેક વ્યક્તિ યુક્રેનને ટેકો આપી રહી છે, સલાહ આપી રહી છે, માહિતી આપી રહી છે - અને હું આ ટેકો આપનારા દરેકનો આભારી છું. યુદ્ધને સમાપ્ત કરવા માટેના પગલાં અસરકારક છે, અને શક્ય તેટલું બધું કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. યુક્રેન ક્યારેય યુદ્ધ ઇચ્છતું નથી, અને આપણે ક્યારેય શાંતિમાં અવરોધ નહીં બનીએ. મુખ્ય ધ્યેય - રશિયાના યુદ્ધને રોકવા અને તેને ફરીથી ભડકતા અટકાવવાનું છે (Zelensky Thanked Donald Trump). અને આ પ્રાપ્ત કરવા માટે, શાંતિ ગૌરવપૂર્ણ હોવી જોઈએ."
અમે યુનાઇટેડ સ્ટેટ્સના આભારી છીએ - ઝેલેન્સકી
વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેન યુક્રેનિયન જીવન બચાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ, દરેક અમેરિકન અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દિલથી આભારી છે (Zelensky Thanked Donald Trump), અમે યુરોપ, G7 અને G20 માં દરેકનો આભાર માનીએ છીએ જે અમને જીવન બચાવવામાં મદદ કરી રહ્યા છે. સમર્થન મેળવવું મહત્વપૂર્ણ છે."
આ પણ વાંચો ----- ઇઝરાયેલે હિઝબુલ્લાહના ચીફ ઑફ જનરલ સ્ટાફ હેથમ તબતાબાઈને ઠાર માર્યો