Trump Meets Mamdani: વૈચારિક વિરોધાભાસ છતાં ટ્રમ્પ-મમદાનીનું અણધાર્યું ગઠબંધન, ન્યૂયોર્કના હિતના બન્યા સાથીદાર
- ડોનાલ્ડ ટ્રમ્પ (Trump) અને ન્યુયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની (Mamdani) વચ્ચે મુલાકાત
- ઝોહરાન મમદાનીએ ટ્રમ્પને પ્રભાવિત કર્યા
- વિરોધાભાસ ભૂલીને ન્યૂયોર્ક માટે સાથે આવ્યા
- વૈચારિક દુશ્મનોમાંથી ન્યૂયોર્કના હિતના સાથીદાર બન્યા
- અણધાર્યા ગઠબંધને લોકોને કર્યા આશ્ચર્યચકિત
Trump Meets Mamdani: ન્યુયોર્કના (New York) નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની (Zohran Mamdani) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) 21 નવેમ્બર 2025 ના શુક્રવારના દિવસે બંને વચ્ચે વ્હાઇટ હાઉસમાં (White House) મુલાકાત થઈ હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઝોહરાન મમદાનીને મળીને પ્રભાવિત થઈ ગયા હતા. બંને વચ્ચે રાજકીય વિરોધાભાસ જબરજસ્ત હોવા છતાં બંને અનેક બાબતો પર સહમત થયા, એ પણ ન્યુયોર્ક શહેરવાસીઓના હિત માટે આ જોઈને રાજકીય પંડિતો અને મીડિયા કર્મીઓ પણ ચોંકી ગયા હતા.
.@POTUS: "There will be topics that we disagree on. I think we'll probably come to a conclusion... Ultimately, it's for the good of New York... If this city could be unbelievable — if he could be a spectacular success, I'd be very happy." pic.twitter.com/bDO4FJGHLA
— Rapid Response 47 (@RapidResponse47) November 21, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યુયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની વચ્ચે મુલાકાત
ન્યુયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની વિશે વાત કરવામાં આવે તો તેઓ એક "ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ" છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન વિચારધારાના પ્રખર નેતા છે. બે તદ્દન વિરોધી વિચારધારાના નેતાઓ વચ્ચે થયેલી આ "મિત્રતાપૂર્ણ" મુલાકાતે સૌને ચોંકાવી દીધા છે.
Q: Are you affirming that you think President Trump is a fascist?
MAMDANI: I've spoken about--
TRUMP: That's okay. You can just say yes. I don't mind. pic.twitter.com/uWZFRcmGxB
— Aaron Rupar (@atrupar) November 21, 2025
ઝોહરાન મમદાની સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે શું કહ્યું ?
ટ્રમ્પે ઝોહરાન મમદાની સાથેની મુલાકાત બાદ કહ્યું કે, "અમે ધાર્યું હતું તેના કરતાં અમે ઘણી વધારે બાબતો પર સહમત થયા છીએ." તેમણે મમદાનીના વિચારોને પોતાના વિચારો સાથે મળતા આવતા ગણાવ્યા.
આ મુલાકાતની મુખ્ય બાબતો
સૌહાર્દપૂર્ણ વાતાવરણ
ભૂતકાળમાં બંને નેતાઓએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા, ટ્રમ્પે મમદાનીને "કોમ્યુનિસ્ટ" કહ્યા હતા અને મમદાનીએ ટ્રમ્પને "તઘલખી શાસક" ગણાવ્યા હતા, છતાં આ બેઠક આશ્ચર્યજનક રીતે ખૂબ જ સકારાત્મક અને શાંતિપૂર્ણ રહી.
આ મુલાકાતમાં મુખ્યત્વે મોંઘવારી અને જીવન ખર્ચ (Cost of Living) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મકાન ભાડું , કરિયાણાના ભાવ અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ વિશે વાત થઈ.
સુરક્ષા
ન્યૂ યોર્ક સિટીમાં ક્રાઈમ રેટ અને જાહેર સુરક્ષા (Public Safety) અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં બંનેએ સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર ભાર મૂક્યો હતો.
સૌથી મહત્વનો અને ચર્ચિત મુદ્દો હતો સહકારની તૈયારી
ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી કડવાશ ભૂલીને, ન્યૂ યોર્ક સિટીના હિત માટે બંનેએ સાથે મળીને કામ કરવાની જે તૈયારી દર્શાવી, તે બાબત અગ્રેસર રહી.
વીજળીના બિલ (Con Edison)
ટ્રમ્પે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે તેમણે મમદાની સાથે વીજળી કંપની 'Con Edison' ના વધતા દરો ઘટાડવા પર વાત કરી અને બંને આ બાબતે સહમત થયા કે લોકોને રાહત મળવી જોઈએ.
હાઉસિંગ અને ભાડા
શહેરમાં નવા મકાનો બાંધવા અને ભાડા ઘટાડવા માટે બંનેએ સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી.
આ મીટિંગની ફળશ્રુતિ (Outcome) શું રહી?
આ મુલાકાતનું પરિણામ રાજકીય પંડિતો માટે પણ આશ્ચર્યજનક હતું.
અણધારી મિત્રતા (Unlikely Alliance)
ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાના કટ્ટર વિરોધી રહેલા આ બંને નેતાઓ વચ્ચે એક અણધારી સમજૂતી જોવા મળી. ટ્રમ્પે મમદાનીના વિચારોને પોતાના વિચારો જેવા જ ગણાવ્યા હતા.અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો તેઓ ન્યૂ યોર્કનું ફંડ અટકાવી દેશે.પરંતુ આ મીટિંગ પછી ટ્રમ્પે યુ-ટર્ન લેતા કહ્યું કે તેઓ મેયરને મદદ કરશે અને તેમને સફળ થતા જોવા માંગે છે.આ મુલાકાત સાબિત કરે છે કે બંને નેતાઓએ પોતાની રાજકીય વિચારધારા (કેપિટલિઝમ વિરુદ્ધ સોશિયાલિઝમ) ને બાજુ પર મૂકીને ન્યૂ યોર્કના નાગરિકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે.ટૂંકમાં એવું કહી શકાય કે ટ્રમ્પ અને મમદાની વચ્ચે સંઘર્ષને બદલે "સહકાર" નો માર્ગ ખૂલ્યો છે.
આ પણ વાંચો : Bangladesh Earthquake: બાંગ્લાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, 10 લોકોના મોત, 100 ઘાયલ


