USA: Donald Trump ના નિશાને હવે વિદેશી ફાર્મા સેક્ટર, ફાર્મા પ્રોડક્ટ્સ પર 100 ટકા Tariff
- US Tariff: ભારતના ફાર્મા ઉદ્યોગને પડશે ટેરિફની સીધી અસર
- અમેરિકામાં વિદેશી દવાઓ પર હવે 100 ટકા ટેરિફ
- ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં છે અગ્રેસર
US Tariff: રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિશાને હવે વિદેશી ફાર્મા સેક્ટર છે. જેમાં 1 ઓક્ટોબરથી ફાર્મા પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ છે. ભારતના ફાર્મા ઉદ્યોગને ટેરિફની સીધી અસર પડશે. અમેરિકામાં વિદેશી દવાઓ પર હવે 100 ટકા ટેરિફ છે. ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર છે. 2024માં ભારતે 31,626 કરોડની ફાર્મા નિકાસ કરી હતી. તથા 2025માં અમેરિકામાં 32,505 કરોડની ફાર્મા નિકાસ છે.
બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર ટેરિફની અસર પડશે
બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર ટેરિફની અસર પડશે. યુએમાં અંડર કન્સ્ટ્રક્શન કંપનીઓને ટેરિફ લાગશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિશાને હવે વિદેશી ફાર્મા સેક્ટર આવ્યું છે. જેમાં 1 ઓક્ટોબરથી ફાર્મા સેક્ટરમાં 100 ટકા ટેરિફ લગાવવાની ટ્રમ્પે જાહેરાત કરી છે. આ ઉપરાંત કિચન કેબિનેટ પર 50 ટકા અને ભારે ટ્રક પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
US Tariff: ફાર્મા સેક્ટર પર ટ્રમ્પે લગાવેલા ટેરિફની ભારત પર સીધી અસર પડશે
ફાર્મા સેક્ટર પર ટ્રમ્પે લગાવેલા ટેરિફની ભારત પર સીધી અસર પડશે. ખાસ કરીને ગુજરાત ફાર્મા ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર છે. ભારતે 2024માં 31,626 કરોડના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અમેરિકામાં નિકાસ કર્યા હતા. તો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 32,505 કરોડની નિકાસ કરી છે.
ગ્રાહકો અને આરોગ્યસંભાળ પ્રણાલીઓને લાંબા ગાળાનું નુકસાન થશે
જોકે ટ્રમ્પની ટેરિફ જાહેરાત મુખ્યત્વે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર લક્ષ્યિત દેખાય છે. આ ઉપરાંત ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે જે કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહી છે તેમને ટેરિફ લાગુ નહીં પડે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં આરોગ્ય સંભાળ મોંઘી બની શકે છે.
ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી
ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરતા પહેલા, ટ્રમ્પ દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાતથી ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. તે સમયે, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1 ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ માલ પર 25% ટેરિફ અને અવ્યાખ્યાયિત દંડ લાદવાથી યુએસમાં આવશ્યક દવાઓની કિંમતમાં વધારો થશે, જેનાથી દેશના ગ્રાહકો અને આરોગ્યસંભાળ પ્રણાલીઓને લાંબા ગાળાનું નુકસાન થશે.
આ પણ વાંચો: Gujarat Navratri અનોખો ટ્રેન્ડ : સર્વેલન્સ નવરાત્રિ ચર્ચામાં આવી