ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Russia Ukraine War : રશિયન હુમલાની ચેતવણી, Kyiv માં US એમ્બેસી બંધ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ યુક્રેને અમેરિકન મિસાઈલોથી રશિયા પર હુમલો કર્યો યુક્રેનના આ હુમલા બાદ રશિયા ગુસ્સામાં રશિયા Kyiv માં US એમ્બેસી પર હુમલો કરે તેવી સંભાવના રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને અમેરિકન મિસાઈલોથી...
06:00 PM Nov 20, 2024 IST | Dhruv Parmar
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ યુક્રેને અમેરિકન મિસાઈલોથી રશિયા પર હુમલો કર્યો યુક્રેનના આ હુમલા બાદ રશિયા ગુસ્સામાં રશિયા Kyiv માં US એમ્બેસી પર હુમલો કરે તેવી સંભાવના રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને અમેરિકન મિસાઈલોથી...
  1. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ
  2. યુક્રેને અમેરિકન મિસાઈલોથી રશિયા પર હુમલો કર્યો
  3. યુક્રેનના આ હુમલા બાદ રશિયા ગુસ્સામાં
  4. રશિયા Kyiv માં US એમ્બેસી પર હુમલો કરે તેવી સંભાવના

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને અમેરિકન મિસાઈલોથી રશિયા પર હુમલો કર્યો છે. યુક્રેનના આ હુમલા બાદ રશિયા ગુસ્સામાં છે અને માનવામાં આવી રહ્યું છે કે રશિયા દ્વારા મોટો હુમલો કરવામાં આવી શકે છે. આ દરમિયાન, યુક્રેનની રાજધાની કિવ (Kyiv)માં US એમ્બેસીએ કહ્યું છે કે તેને રશિયન હવાઈ હુમલાની સંભાવના વિશે એક મહત્વપૂર્ણ ચેતવણી મળી છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે દૂતાવાસ બંધ કરવામાં આવ્યો છે.

દૂતાવાસ દ્વારા જારી નિવેદન...

એક નિવેદનમાં, દૂતાવાસે કર્મચારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપતાં એવું પણ સૂચન કર્યું હતું કે કિવ (Kyiv)માં હાજર અમેરિકન નાગરિકો હુમલાની ચેતવણીની સ્થિતિમાં તાત્કાલિક સલામત સ્થળે પહોંચવા માટે તૈયાર રહે. આના એક દિવસ પહેલા રશિયાએ કહ્યું હતું કે, બ્રાયન્સ્ક ક્ષેત્રમાં હથિયારોના વેરહાઉસ પર યુક્રેનિયન હુમલામાં US નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં આતંકી હુમલો, 12 જવાનોના મોત

રશિયન સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું?

રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન સેનાએ યુક્રેન દ્વારા છોડવામાં આવેલી પાંચ મિસાઈલોને તોડી પાડી હતી, જ્યારે બીજી મિસાઈલને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. મંત્રાલયે કહ્યું હતું કે મિસાઈલના ટુકડા લશ્કરી ઈન્સ્ટોલેશનના પરિસરમાં પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે મિસાઈલનો કાટમાળ પડવાને કારણે આગ લાગી હતી, પરંતુ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

આ પણ વાંચો : અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો

આ પણ જાણો...

US પ્રમુખ જો બિડેને યુક્રેનને US નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, જો પશ્ચિમે યુક્રેનને લાંબા અંતરના હથિયારો સાથે રશિયામાં ઊંડે સુધી હુમલો કરવાની મંજૂરી આપી, તો "તેનો અર્થ એ થશે કે નાટો દેશો, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન દેશો સાથે મળીને યુદ્ધમાં સામેલ છે."

આ પણ વાંચો : 56 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન ગુયાનાના પ્રવાસે, ગુજરાતીઓએ બેનર સાથે PM મોદીનું કર્યુ સ્વાગત!

Tags :
russiaRussia Ukraine attackRussia-Ukraine-WarukraineUkraine attack RussiaUkraine us missiles attackUS embassy in KievUS embassy in Kiev closedVladimir PutinVolodymyr Zelenskyyworld
Next Article