ચાઇના પર લાદેલા ટેરિફમાં 10 ટકાની રાહત, ટ્રમ્પે કરી મોટી જાહેરાત
- દક્ષિણ કોરિયામાં અમેરિકા અને ચાઇનાના વડાની મુલાકાત થઇ
- બંને વચ્ચેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત
- ચાઇના પર લાદેલા ટેરિફમાં 10 ટકા ઘટાડાની જાહેરાત
US Tariff Cut On China : દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સફળ મુલાકાત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US Tariff Cut On China) ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેઓ હવે ચીન પર લાદવામાં આવેલા ફેન્ટાનાઇલ ટેરિફને 10% સુધી ઘટાડશે. બંને દેશના વડા બુસાનમાં એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટની (Asia Pacific Summit) બાજુમાં મળ્યા હતા, જ્યાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પે દાવો કરતા જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચેનો મોટો વિવાદ પણ ઉકેલાઈ ગયો હતો.
BREAKING: Trump shakes Xi’s hand for 27 seconds and reduces tariffs (taxes on Americans) from 57% to 47% in exchange for China “promising to work hard on fentanyl,” and reverting their limits on rare earths to where they were before a Trump screwed everything up.
In other words… pic.twitter.com/3jmRpZRNjY
— Brian Krassenstein (@krassenstein) October 30, 2025
ટ્રમ્પ 2026 માં ચીનની મુલાકાત લેશે
ટ્રમ્પે (US Tariff Cut On China) વધુમાં જણાવ્યું હતું કે, તેમની અને શી જિનપિંગની ચર્ચામાં યુક્રેન યુદ્ધ એક મુખ્ય મુદ્દો હતો. તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ કટોકટીના ઉકેલ માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. અમારી વાતચીતમાં યુક્રેનનો મુદ્દો ખૂબ જ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો હતો. અમે તેની પર લંબાણપૂર્વક ચર્ચા કરી છે અને નિર્ણય લીધો કે અમે ઉકેલ શોધવા માટે સાથે મળીને કામ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે નક્કર પગલાં લેવામાં અમેરિકાને સમર્થન આપશે. આ બેઠકને ખૂબ જ સફળ ગણાવતા ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ એપ્રિલ 2026 માં ચીનની મુલાકાત લેશે.
ભારતે થોડી રાહ જોવી પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે (US Tariff Cut On China) ભારતીય માલ પર 25% કર અને રશિયન તેલની ખરીદી પર 25% વધારાનો દંડ લાદ્યો છે. આ પછી, ભારત અને અમેરિકા વચ્ચેની વાતચીત થોડા સમય માટે અટકી ગઈ હતી. સપ્ટેમ્બર 2025 માં, યુએસ અધિકારી બ્રેન્ડન લિંચે નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી, ટ્રમ્પના નજીકના વિશ્વાસુ અને યુએસ રાજદૂત-નિયુક્ત સર્જિયો ગોરે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલની તાજેતરની અમેરિકા મુલાકાતો દરમિયાન, મહત્વપૂર્ણ વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકો સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો ફરીથી મજબૂત થવા તરફ આગળ વધી રહ્યા છે. હવે બધાની નજર તેના પર છે કે, શું અમેરિકા ભારત પર લાદવામાં આવેલા કરને હટાવશે, કે થોડી વધુ રાહ જોવી પડશે.
આ પણ વાંચો ----- ઓસ્ટ્રેલિયા ક્રિકેટ જગતમાં શોક: 17 વર્ષીય બેન ઓસ્ટિનનું માથામાં બોલ વાગતા નિધન


