કુટનીતિક મોરચે ભારતની મોટી જીત, ચાબહાર પોર્ટને પ્રતિબંધોમાંથી 6 મહિના માટે મુક્તિ
- ચાબહાર પોર્ટ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે
- અમેરિકાએ મુકેલા પ્રતિબંધોમાં ભારતને 6 મહિના માટે મુક્તિ મળી
- ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરાઇ મોટી જાહેરત
Chabahar Port Sanction Lift For India : ભારતને ઈરાનના ચાબહાર પોર્ટ પર અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિનાની મુક્તિ મળી (Chabahar Port Sanction Lift For India) છે. આ અંગેની જાણકારી ભારતના વિદેશમ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને જાહેરાત કરી હતી કે, તે ચાબહાર બંદર પર પ્રતિબંધો મુક્તિ સમાપ્ત કરશે. ચાબહાર પોર્ટ (Chabahar Port Sanction Lift For India) દક્ષિણપૂર્વ ઈરાનમાં સ્થિત છે અને ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પ્રોજેક્ટ છે. તે ભારતને ઈરાન દ્વારા અરબી સમુદ્ર સુધી સીધી દરિયાઈ પહોંચ પૂરી પાડે છે, જેનાથી ભારત પાકિસ્તાનને બાયપાસ કરી શકે છે.
ભારત સતત અભ્યાસ કરી રહ્યું છે
આ પોર્ટ ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશો જેમ કે, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાન સાથે જોડતા એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ચાબહાર પોર્ટ (Chabahar Port Sanction Lift For India) પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) નો પણ એક ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે, ભારત વેપાર કરાર માટે અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ રાખી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત રશિયન તેલ કંપનીઓ પર તાજેતરના અમેરિકાના પ્રતિબંધોના પરિણામોનો અભ્યાસ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ભારતે એમ પણ કહ્યું હતું કે, તે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, કાબુલ પર પાકિસ્તાની હવાઈ હુમલાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાને આ હુમલાનો કડક જવાબ આપ્યો હતો, જેના કારણે સંઘર્ષ વધુ વધ્યો હતો.
આ પણ વાંચો ----- ચાઇના પર લાદેલા ટેરિફમાં 10 ટકાની રાહત, ટ્રમ્પે કરી મોટી જાહેરાત


