Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મામલે મળી મોટી રાહત મળી, ફેડરલ કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો

Trump updates : જો તંત્ર વેપાર નીતિ સંબંધિત આ કાનૂની લડાઈ હારી જાય છે, તો ટેરિફ લાદવાના અન્ય રસ્તાઓ પર વિચાર કરશે - વ્હાઇટ હાઉસ
ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મામલે મળી મોટી રાહત મળી  ફેડરલ કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોર મામલે મળી રાહત
  • અપીલ કોર્ટે નિર્ણયને પુનસ્થાપિત કર્યો
  • ટેરિફ વોર આજે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે

Trump updates : અમેરિકા (USA) ની ફેડરલ અપીલ કોર્ટે (FEDERAL APPEALS COURT) ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US PRESIDENT DONALD TRUMP) ના મોટાભાગના ટેરિફ (TARIFF ISSUE) ને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યા છે. એક દિવસ પહેલા જ યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર સ્ટે મૂક્યો હતો, અને કહ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિએ તેમની સત્તાઓ ઓળંગીને આ નિર્ણયો લીધા છે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ફેડરલ સર્કિટ માટેની અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દાખલ કરાયેલી દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે ટેરિફ દૂર કરવાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થશે.

9 જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો

ફેડરલ અપીલ કોર્ટે ટ્રેડ કોર્ટના નિર્ણયને અસ્થાયી રૂપે રોકવાની ટ્રમ્પ વહીવટીતંત્રની વિનંતીને મંજૂરી આપતા આદેશ જારી કર્યો છે. જેનો અર્થ થાય કે, યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના અગાઉના નિર્ણયો અને આદેશો હાલમાં સ્થગિત છે. અપીલ કોર્ટે તેના નિર્ણય માટે કોઈ અભિપ્રાય કે વિગતવાર કારણ આપ્યું નથી. કોર્ટે વાદીઓને 5 જૂન સુધીમાં જવાબ આપવા અને ટ્રમ્પ વહીવટીતંત્રને 9 જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અપીલ કોર્ટના આ નિર્ણયથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઇમરજન્સી પાવર્સ કાયદા હેઠળ લાદવામાં આવેલા ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. જોકે, આ મુદ્દા પર હજુ પણ ફેડરલ અપીલ કોર્ટમાં વધુ કાર્યવાહી બાકી છે.

Advertisement

ટેરિફ અંગે અન્ય દેશો સાથે વાટાઘાટો ચાલુ

અગાઉ, યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લાદવામાં પોતાના અધિકારનો પાર કર્યો છે. અદાલતે 'લિબરેશન ડે' ટેરિફ અને કેનેડા, મેક્સિકો અને ચીનથી થતી આયાત પરના ટેરિફ સહિત મોટાભાગના ટેરિફને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ વહીવટીતંત્ર વેપાર નીતિ સંબંધિત આ કાનૂની લડાઈ હારી જાય છે, તો પણ તે ટેરિફ લાદવાના અન્ય રસ્તાઓ પર વિચાર કરશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, નવારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા જારી કરાયેલા સ્ટેને કારણે યુએસ ટેરિફ હાલમાં અમલમાં છે, અને ટ્રમ્પ વહીવટીતંત્ર વેપાર અને ટેરિફ અંગે અન્ય દેશો સાથે વાટાઘાટો ચાલુ રાખી રહ્યું છે.

Advertisement

દેશની વેપાર નીતિને પોતાના અહંકારની લડાઈ બનાવી

તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ અંગે કોર્ટમાં ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમના દ્વારા લાગુ કરાયેલ 'લિબરેશન ડે' ટેરિફ તેમના અધિકારક્ષેત્રની બહાર છે. અને તેમણે દેશની વેપાર નીતિને પોતાના અહંકારની લડાઈ બનાવી છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની પેનલે 28 મેના રોજ ચુકાદો આપ્યો હતો કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને અને 1977ના IEEPA ને વિશ્વભરના લગભગ દરેક દેશમાંથી આયાત પર ટેરિફ લાદવા માટે પોતાની સત્તાનો અતિક્રમણ કર્યો છે.

આ પણ વાંચો --- Trump ને મળ્યું નવું નામ 'TACO', જાણો કોણે આપ્યું આ નામ અને શું છે તેનો અર્થ ?

Tags :
Advertisement

.

×