Elon Musk ના બ્રેઇન ચાઇલ્ડ DOGE ડિપાર્ટમેન્ટના પાટિયા પડ્યા
- ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદીત એક નિર્ણયનો અંત
- ઇલોન મસ્ક મહિનાઓ પહેલા જ આ વિભાગ છોડી ચૂક્યા છે
- ટ્રમ્પના ટેરિફનું વલણ પણ બદલાવવાની આશંકાઓ તેજ બની છે
DOGE Shut Down : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં શ્રેણીબદ્ધ ઝડપી નિર્ણયો લીધા હતા. તેમાં સૌથી પ્રખ્યાત પૈકીનો એક ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની રચના હતી. તેનો હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો હતો. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ તેની સ્થાપના કરી, અને તેનું નેતૃત્વ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને સોંપ્યું હતું. જો કે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) શરૂઆતથી જ વિવાદમાં ફસાયેલું હતું. પહેલા, મસ્કે આમાંથી કિનારો કરી દીધો હતો, ત્યાર બાદથી આ વિભાગ લગભગ નિષ્ક્રિય જેવું જ ચાલતું હતું, અને હવે આ વિભાગ બંધ થઈ ગયો છે.
The U.S’ “Department of Government Efficiency” (DOGE), set up Elon Musk, has reportedly been shut down eight months before its contract was due to end. pic.twitter.com/6sL3nAZKDJ
— The Project (@theprojecttv) November 23, 2025
દેવું 2.1 ટ્રિલિયન ડોલર વધ્યું
DOGE એ ખર્ચ ઘટાડીને અને સરકારી વિભાગોનું પુનર્ગઠન કરીને અબજો ડોલર બચાવવાનો દાવો કર્યો હતો. જો કે, આ વિભાગ અમેરિકાના વધતા દેવાને રોકવામાં નિષ્ફળ ગયો હતો. વિભાગના 326 દિવસના કાર્યકાળ દરમિયાન તેનું દેવું 2.1 ટ્રિલિયન ડોલર વધ્યું હતું. આનો અર્થ એ થયો કે, આ સમયગાળા દરમિયાન, અમેરિકાનું દેવું દરરોજ 6.5 ડોલર બિલિયન વધ્યું હતું. અને દેશનું દેવું તો હવે 38.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.
ટેરિફ પર પ્રશ્નો ઉભા થયા
DOGE ના અંત સાથે, હવે ટ્રમ્પના અન્ય નિર્ણયો પર પ્રશ્નો ઉભા થયા છે. ટ્રમ્પ જે રીતે ટેરિફ પર સતત પોતાનું વલણ બદલી રહ્યા છે, તે જોતાં લાગે છે કે વહેલા કે મોડા તેઓ આ નિર્ણય પણ રદ કરી શકે છે. ટ્રમ્પે વિશ્વભરના ઘણા દેશો પર આશ્ચર્યજનક ટેરિફ લાદી દીધા છે. જેમાં ભારતને સૌથી વધુ 50 % ટેરિફનો સામનો કરવો પડ્યો છે. આમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર લાદવામાં આવેલ 25 % વધારાનો ટેરિફ પણ શામેલ છે.
આ પણ વાંચો ------- ભારતીય અર્થતંત્રનો ગ્રોથ રેટ હાઇ, અમેરિકા-ચીનને પાછળ છોડ્યા, ઓબામાના સલાહકારનું આકલન


