ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકામાં શટડાઉનનું સંકટ ઘેરાયું, વ્યસ્ત રૂટ પર FAA 10 ટકા હવાઇ સેવાઓ ઘટાડશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) શટડાઉન વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે, તેઓ ડેમોક્રેટ્સના સરકારી કામગીરી ફરી શરૂ કરવા દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સાથે વાટાઘાટો કરવાની કોઈ યોજના નથી. ટ્રમ્પે CBS ના "60 મિનિટ્સ" પર જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ સબસિડીના વિસ્તરણની માંગ કરી રહેલા ડેમોક્રેટ્સ પોતાનો રસ્તો ખોઈ બેઠા છે.
12:59 PM Nov 06, 2025 IST | PARTH PANDYA
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) શટડાઉન વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે, તેઓ ડેમોક્રેટ્સના સરકારી કામગીરી ફરી શરૂ કરવા દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સાથે વાટાઘાટો કરવાની કોઈ યોજના નથી. ટ્રમ્પે CBS ના "60 મિનિટ્સ" પર જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ સબસિડીના વિસ્તરણની માંગ કરી રહેલા ડેમોક્રેટ્સ પોતાનો રસ્તો ખોઈ બેઠા છે.

America Shutdown : અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનથી (America Shutdown) પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોય તેવું લાગે છે. એર ટ્રાફિક કંટ્રોલર્સની (Air Traffic Controller - Struggle) અછતના કારણે ફ્લાઇટ્સ પહેલાથી જ મોડી પડી રહી હતી. હવે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને (FAA) જાહેરાત કરી છે કે, તે શુક્રવાર સવારથી 40 સૌથી વ્યસ્ત રૂટ પર એર ટ્રાફિક સેવાઓમાં 10 ટકાનો ઘટાડો કરશે, જેથી યુએસ સરકારના શટડાઉન દરમિયાન સલામતી જાળવી શકાય. નિવેદન અનુસાર, એજન્સી સ્ટાફની અછતનો સામનો કરી રહી છે કારણ કે, એર ટ્રાફિક કંટ્રોલર્સ પગાર વિના કામ કરી રહ્યા છે. કેટલાકે શટડાઉન દરમિયાન કામ કરવાનું પણ બંધ કરી દીધું છે, જેના પરિણામે દેશભરમાં ફ્લાઇટ્સમાં વિલંબ થઇ રહ્યો છે.

ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) તાજેતરમાં જ યુએસમાં ચાલી રહેલા શટડાઉન વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ ડેમોક્રેટ્સના સરકારી કામગીરી ફરી શરૂ કરવા દબાણ સામે ઝૂકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સાથે વાટાઘાટો કરવાની કોઈ યોજના નથી. ટ્રમ્પે CBS ના "60 મિનિટ્સ" પર જણાવ્યું હતું કે, આરોગ્ય સંભાળ સબસિડીના વિસ્તરણની માંગ કરી રહેલા ડેમોક્રેટ્સ પોતાનો રસ્તો ખોઈ બેઠા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડેમોક્રેટિક નેતાઓ આખરે રિપબ્લિકન નેતાઓ સમક્ષ ઝૂકશે.

શટડાઉન ક્યારે અમલમાં આવ્યું ?

યુનાઇટેડ સ્ટેટ્સમાં શટડાઉન (સરકારી કામગીરી માટે ભંડોળનો અભાવ) 1 ઓક્ટોબરના રોજ શરૂ થયું હતું. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ ટૂંકા ગાળાની નાણાકીય સહાય માટેના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, અને માંગ કરી કે, બિલમાં એફોર્ડેબલ કેર એક્ટ હેઠળ આરોગ્ય વીમા માટે ફેડરલ સબસિડીનો વિસ્તરણ શામેલ કરવામાં આવે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, જ્યારે સરકારી ભંડોળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા નાણાકીય પેકેજને મંજૂરી આપવી આવશ્યક છે. જ્યારે કોંગ્રેસની મંજૂરી ના મળે ત્યારે શટડાઉન લાગુ કરવામાં આવે છે.

આ પણ વાંચો ------  ટ્રમ્પના સંબોધનમાં ચાઇનીઝ પ્રેસીડેન્ટનો ઉલ્લેખ, કહ્યું, 'જિનપીંગની જેમ ડરપોક મંત્રીઓની કેબીનેટ જોઇએ'

Tags :
10percentageCutAirTrafficDonaldTrumpGujaratFirstgujaratfirstnewsGujaratiNewsshutdownUSA
Next Article