આ શહેરમાં 1536 કલાકો માટે સૂરજ થયો ગાયબ, તે બાદ 3 મહિના માટે સૂર્યાસ્ત થશે નહીં
- 64 દિવસો સુધી Utqiaġvik માં અંધારપટ થયો
- Utqiaġvik માં 22 જાન્યુઆરીએ 28 માટે સૂર્યોદય થશે
- Utqiaġvik માં 3 મહિના માટે Sunset પણ થશે નહીં
Sun Won't Rise for 2 months : અમેરિકાના એક શહેરમાં પૃથ્વીની સૌથી અલૌકિક અને અનોખી ઘટનાનું નિર્માણ થવાનું છે. આ ઘટનામાં અમેરિકામાં આવેલા એક શેહરમાં 1 કે પછી 2 દિવસ નહીં, પરંતુ બે મહિના માટે Sun ની એક કિરણ પણ પડશે નહી. આ ઘટનાની માહિતી વૈજ્ઞાનિકો દ્વારા શેર કરવામાં આવી છે. જોકે આ ઘટના મુખ્યત્વે અલાસ્કામાં આવેલા એક નાનકડા શહેરમાં જોવા મળશે. ત્યારે આ શહેરમાં આજથી આશરે બે મહિના પછી Sun ના દર્શન લોકો કરી શકશે.
64 દિવસો સુધી Utqiaġvikમાં અંધારપટ થયો
આ શહેરનું નામ Utqiaġvik છે. આંતરરાષ્ટ્રિય અહેવાલોના અનુસાર Utqiaġvik માં છેલ્લે 18 નવેમ્બરનો રોજ Sun જોવા મળ્યો હતો. તે દિવસથી લઈને અત્યાર સુધી Sun જોવા મળ્યો નથી. ત્યારે વૈજ્ઞાનિકોએ અંગે સંશોધન કર્યું, ત્યારે માલૂમ પડ્યું કે, આગામી બે મહિના સુધી Utqiaġvik માં Sun જોવા મળશે નહીં. ત્યારે Utqiaġvik માં લગભગ 22 નવેમ્બરના રોજ Sun ના કિરણો પડી શકે છે. ત્યારે 64 દિવસો સુધી Utqiaġvik માં અંધારપટ જોવા મળશે.
આ પણ વાંચો: હવે, રનવે ઉપર દોડશે Spaceplane, વર્ષ 2025 માં પ્રથમ ઉડાન ભરશે
Barrow Alaska has seen the Sun for the last time for the next 2 months. pic.twitter.com/LrgcKh6fVn
— Brian Beisner (@BBeisner) November 19, 2024
Utqiaġvikમાં 22 જાન્યુઆરીએ 28 માટે સૂર્યોદય થશે
Utqiaġvik માં આશરે 5 હજાર લોકો વસવાટ કરે છે. આ નાગરિકો આર્કટિક સાગની નજીક આવેલા અલાસ્કાના નોર્થ સ્લોપમાં સ્થિત છે. જોકે પૃથ્વીની ઉત્તરમાં આવેલા અનેક વિસ્તારમાં અનેક દિવસો સુધી Sun ગાયબ રહેતો જોવા મળે છ. ત્યારે Utqiaġvik માં 18 નવેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર 1 વાગ્યાની આસપાસ Sunset થયો હતો. જે બાદ અત્યાર સુધી Sun નું એક કિરણ પર દ્રશ્યમાન થયું નથી. તો આશા છે કે, 22 નવેમ્બરના રોજ આશરે 1 વાગ્ય ફરી એકવાર Sun દેવ પ્રસન્ન થશે. જોકે 22 જાન્યુઆરીએ પણ માત્ર 28 મિનિટ માટે Sunset થશે.
Utqiaġvik માં 3 મહિના માટે Sunset પણ થશે નહીં
વૈજ્ઞાનિકોના પ્રમાણે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી સુધી નમેલી છે. તેના કારણે તેના નિચેના ભાગમાં આવેલા વિસ્તારમાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી. તેથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણમાં આવેલા વિસ્તારમાં પોલર નાઈટ જોવા મળે છે. તો પોલર લાઈટનો સમયગાળો 24 કલાક હોય છે. પરંતુ સામાન્ય કલાકોમાં તેનો સમયગાળો 64 દિવસ થાય છે. જોકે ખાસ વાત એ છે કે, જેવી રીતે Utqiaġvik માં 2 મહિના માટે Sun આવશે નહીં. ત્યારે 3 મહિના માટે અહીંયા Sunset પણ થશે નહીં. તેના અંતર્ગત 11 મે 2025 થી લઈને 19 ઓગસ્ટ 2025 સુધી Utqiaġvik માં Sunset થશે નહીં.
આ પણ વાંચો: અંતરિક્ષમાંથી 1,28,000 ફૂટની ઊંચાઈએથી સ્કાઈજંપરે લગાવી છલાંગ, જુઓ વીડિયો