Uttrakhand Accident:નવા વર્ષની ઉજવણી પહેલા ઉત્તરાખંડનામાં અકસ્માતમાં,4ના મોત
- નવા વર્ષની ઉજવણી પહેલા ભીમતાલમાં અકસ્માતમાં
- બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
- 4 લોકોના મોત,24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Uttrakhand Accident:ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત (Uttrakhand Accident)થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર થતા બસ 1500 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. જેમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે મહિલા અને એક બાળક સહિત 4 લોકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે બસમાં કુલ 28 લોકો સવાર હતા જેમાંથી 24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અત્યાર સુધીમાં કુલ ચારના મોત
ભીમતાલ પાસે બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અહીં ટ્રોમા ટીમ આ ઘાયલોની સારવારમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં કુલ ચારના મોત થયા છે. મુખ્યમંત્રી ધામીની સૂચના પર ઋષિકેશ એઈમ્સના ટ્રોમા નિષ્ણાતોની ટીમ પણ હલ્દવાની પહોંચી રહી છે. જે સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ ઘાયલોની સારવારમાં મદદ કરશે.
#WATCH | Uttarakhand | A team of SDRF team is carrying out a rescue operation at the Bhimtal bus accident site along with local police and the Fire Department pic.twitter.com/cqvFvFjzNy
— ANI (@ANI) December 25, 2024
આ પણ વાંચો -Amit Shah કરશે 10 હજાર સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું, આ હશે ફાયદાઓ
પોલીસ સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે
જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ અલ્મોડાથી ભીમતાલ-હલ્દવાની તરફ જઈ રહી હતી. દરમિયાન તે કાબુ બહાર જઈને ખાડામાં પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સહિત રેસ્ક્યુ ટીમના જવાનો દોરડા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરત જ ખાડામાં ઉતરીને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો ત્યાં જ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
બસના થયા ટુકડા
અકસ્માત વિસ્તારના વહીવટી કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. દર્દીઓને ત્યાં લઈ જવા માટે 15 એમ્બ્યુલન્સને હલ્દવાની મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ટીમો મોટા પાયે કામ કરી રહી છે. ઢોળાવને કારણે દર્દીઓને લાવવામાં મુશ્કેલી પડી રહી છે. આમ છતાં રેસ્ક્યુ ટીમ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. જો કે હજુ સુધી એ બહાર આવ્યું નથી કે બસ કંટ્રોલ બહાર કેમ ગઈ.


