ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttrakhand Accident:નવા વર્ષની ઉજવણી પહેલા ઉત્તરાખંડનામાં અકસ્માતમાં,4ના મોત

નવા વર્ષની ઉજવણી પહેલા ભીમતાલમાં અકસ્માતમાં બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 4 લોકોના મોત,24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત Uttrakhand Accident:ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત (Uttrakhand Accident)થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે...
05:37 PM Dec 25, 2024 IST | Hiren Dave
નવા વર્ષની ઉજવણી પહેલા ભીમતાલમાં અકસ્માતમાં બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 4 લોકોના મોત,24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત Uttrakhand Accident:ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત (Uttrakhand Accident)થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે...
Uttrakhand Accident

Uttrakhand Accident:ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા બુધવારે એક મોટો અકસ્માત (Uttrakhand Accident)થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર થતા બસ 1500 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. જેમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે મહિલા અને એક બાળક સહિત 4 લોકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે બસમાં કુલ 28 લોકો સવાર હતા જેમાંથી 24 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અત્યાર સુધીમાં કુલ ચારના મોત

ભીમતાલ પાસે બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને હલ્દવાનીની સુશીલા તિવારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અહીં ટ્રોમા ટીમ આ ઘાયલોની સારવારમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં કુલ ચારના મોત થયા છે. મુખ્યમંત્રી ધામીની સૂચના પર ઋષિકેશ એઈમ્સના ટ્રોમા નિષ્ણાતોની ટીમ પણ હલ્દવાની પહોંચી રહી છે. જે સુશીલા તિવારી હોસ્પિટલમાં દાખલ ઘાયલોની સારવારમાં મદદ કરશે.

આ પણ  વાંચો -Amit Shah કરશે 10 હજાર સહકારી મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું, આ હશે ફાયદાઓ

પોલીસ સહિત રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે

જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ અલ્મોડાથી ભીમતાલ-હલ્દવાની તરફ જઈ રહી હતી. દરમિયાન તે કાબુ બહાર જઈને ખાડામાં પડી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સહિત રેસ્ક્યુ ટીમના જવાનો દોરડા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરત જ ખાડામાં ઉતરીને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો ત્યાં જ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -Atal Bihari Vajpayee દૂરંદેશી-સંવેદનશીલ નેતા, નિશ્ચય અને વિનમ્રતાનો અદ્ભુત સમન્વય, અટલજી સમજી લેતા લોકોના મનની વાત

બસના થયા ટુકડા

અકસ્માત વિસ્તારના વહીવટી કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. દર્દીઓને ત્યાં લઈ જવા માટે 15 એમ્બ્યુલન્સને હલ્દવાની મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ટીમો મોટા પાયે કામ કરી રહી છે. ઢોળાવને કારણે દર્દીઓને લાવવામાં મુશ્કેલી પડી રહી છે. આમ છતાં રેસ્ક્યુ ટીમ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. જો કે હજુ સુધી એ બહાર આવ્યું નથી કે બસ કંટ્રોલ બહાર કેમ ગઈ.

Tags :
4 killed in Bhimtal Bus AccidentAlmora Bus AccidentBus Accident in BhimtalBus fell into 1500 feet deep ditchBus full of passengers fell into ditchHaldwani news
Next Article