Uttarakhand : International Yoga Day પર બાબા રામદેવે બાળકો સાથે કર્યા યોગ...
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવે ઉત્તરાખંડ (Uttarakhand)ના હરિદ્વારમાં આચાર્ય બાલકૃષ્ણ સાથે યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને અન્ય ઘણા લોકોએ પણ ભાગ લીધો હતો અને બાબા રામદેવ સાથે યોગ કર્યા હતા. યોગ દિવસ નિમિત્તે દેશભરમાં અનેક યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક લોકો ઉત્સાહભેર ભાગ લે છે.
આ વર્ષે યોગ દિવસની થીમ...
21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરવામાં આવે છે. 21 જૂન 2015 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વભરમાં દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવી રહ્યો છે. યોગ દિવસ પર, સમગ્ર વિશ્વમાં યોગ અને ધ્યાન પર ભાર મૂકવામાં આવે છે. દર વર્ષે યોગ દિવસ પર એક અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષ 2024 ની યોગ થીમ છે - 'સ્વ અને સમાજ માટે યોગ'. યોગ દિવસની ઉજવણીનો હેતુ લોકોને યોગ દ્વારા સ્વસ્થ અને ફિટ જીવન માટે જાગૃત કરવાનો છે.
21 મી જૂને જ શા માટે યોગ દિવસ ઉજવવામાં આવે છે?
21 મી જૂને યોગ દિવસ મનાવવા પાછળનું કારણ એ છે કે 21 મી જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસ પછી સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. 21 જૂનનો દિવસ યોગ અને આધ્યાત્મિકતા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ કારણોસર 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યોગના સતત અભ્યાસથી લોકોને રોગોથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો : International Yoga Day 2024 Live: દેશભરમાં યોગ દિવસનો ઉત્સાહ
આ પણ વાંચો : International Yoga Day : PM મોદી શ્રીનગરમાં દાલ તળાવના કિનારે કરશે યોગ, 7 હજાર લોકો ભાગ લેશે…
આ પણ વાંચો : International Yoga Day : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, HM હર્ષ સંઘવી કરશે ઉજવણી, રાજ્યભરમાં આયોજન