Uttarakhand : દેહરાદૂનમાં કાર રોકેટની જેમ ઉડી! 6 ના મોત
- ભયાનક અકસ્માતથી સ્તબ્ધ Uttarakhand
- દેહરાદૂનમાં ઈનોવા અને કન્ટેનર વચ્ચે અકસ્માત
- અકસ્માત બાદ કારમાં વિસ્ફોટ થતા 6 લોકોના મોત
ઉત્તરાખંડ (Uttarakhand)ના પહાડી રાજ્યમાંથી ફરી એકવાર હૃદય હચમચાવી દેનારી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની રાજધાની દેહરાદૂનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. દેહરાદૂનમાં મોડી રાત્રે થયેલા એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. તે જ સમયે, એક ઘાયલ વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, એક ઈનોવાને કન્ટેનર સાથે ટક્કર મારી હતી, જે બાદ કારના ટુકડા થઈ ગયા હતા.
ONGC ચોકમાં થયો હતો અકસ્માત...
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, કન્ટેનર સાથે અથડાતા ઈનોવા કારમાં 7 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મોત થયા છે અને 1 હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી કાર બલ્લુપુરથી કેન્ટ તરફ જઈ રહી હતી. ONGC ચોકમાં એક કન્ટેનર સાથે કારનો અકસ્માત થયો હતો, ત્યારબાદ કાર થોડાક અંતરે પહોંચી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કેન્ટ કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી.
આ પણ વાંચો : Maharashtra કોંગ્રેસ અધ્યક્ષના બિગડે બોલ, BJP ને અપશબ્દો બોલ્યા Video
કન્ટેનર ચાલકની ધરપકડ...
દેહરાદૂન SP સિટી પ્રમોદ કુમારે આ ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. SP સિટીએ જણાવ્યું કે, આ દુર્ઘટના ગઈ કાલે રાત્રે 2 વાગ્યે ONGC ઈન્ટરસેક્શન પાસે થઈ હતી. ઈનોવા કારને ટક્કર મારનાર કન્ટેનરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે. એક મુસાફર જે બચી ગયો તેની હાલત ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Mumbai માં ગૃહમંત્રી Amit Shah ની સુરક્ષામાં મોટી ચૂક, એક વ્યક્તિની ધરપકડ
કાર દૂર સુધી પછડાઈ...
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી મુજબ કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કાર દૂર સુધી પછડાઈ હતી. આ ભયંકર અકસ્માતથી લોકો આઘાતમાં છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હજુ સુધી 6 મૃતકો અને 1 ઘાયલના નામ જાહેર કર્યા નથી. પોલીસ પહેલા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઈનોવા અને કન્ટેનર વચ્ચે અથડાવાનું સાચું કારણ શું હતું અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ.
આ પણ વાંચો : ભાજપના 'બટેગે તો કટેગે' સુત્ર પર ખડગેએ કહ્યું, આ આતંકીઓની ભાષા