Uttarayan 2026 : 'ઉત્તરાયણ'ની પૂર્વ સંધ્યાએ પતંગબજારોમાં જનમેદની, પતંગ-દોરી-માસ્ક સહિત વસ્તુઓનું ધૂમ વેચાણ
Uttarayan 2026 : 'ઉત્તરાયણ' એટલે સૂર્યનું એક રાશિથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેથી 'મકરસંક્રાંતિ' અથવા 'ઉત્તરાયણ' તરીકે ઊજવાય છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ તહેવારને પતંગબાજી, તાલ-સાંકડીની ચિક્કી અને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે આકાશમાં રંગબેરંગી પતંગો ઊડે છે. 'કાયપો ચે'ની બૂમો સંભળાય છે અને લોકો આનંદ માણે છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે પતંગરસિયાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં મોટા શહેરોમાં પતંગબજારોમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઊમટી પડી છે. ત્યારે ક્યાં કેવી સ્થિતિ છે... વાંચો અહીં સમગ્ર અહેવાલ....
Uttarayan 2026 : મકરસંક્રાંતિ ભારતની 'અનેકતામાં એકતા'નું ઉત્તમ ઉદાહરણ | Gujarat First#Uttarayan2026 #MakarSankranti #UnityInDiversity #IndianFestival #KiteFestival #IndianTradition #FestiveVibes #GujaratFirst pic.twitter.com/Jbmjh5mpUG
— Gujarat First (@GujaratFirst) January 13, 2026
વડોદરાના માંડવી, ચોખંડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
January 13, 2026 9:50 pm
ઉત્તરાયણના પર્વને લઈને વડોદરા પોલીસ સતર્ક થઈ છે. વડોદરાના માંડવી, ચોખંડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ઉત્તરાયણના પર્વને લઈ બે હજાર પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. વિવિધ એજન્સીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ છે. ડ્રોન અને સર્વેલન્સ કેમેરાથી સમગ્ર વડોદરા પર નજર છે.
ઉત્તરાયણના પર્વને લઈને વડોદરા પોલીસ સતર્ક
— Gujarat First (@GujaratFirst) January 13, 2026
વડોદરાના માંડવી, ચોખંડી સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાથે ફૂટ પેટ્રોલિંગ
ઉત્તરાયણના પર્વને લઈ બે હજાર પોલીસકર્મીઓ તૈનાત
વિવિધ એજન્સીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ
ડ્રોન અને સર્વેલન્સ કેમેરાથી સમગ્ર… pic.twitter.com/NftmVQRKUK
ઉત્તરાયણના તહેવાર પૂર્વે ચેકીંગ હાથ ધરાયું
January 13, 2026 9:11 pm
અમદાવાદ શહેરમાં સાત અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી. પ્રથમ વખત રેપિડ ટેસ્ટ કીટથી ચેકીંગ શરૂ કરાયું છે. સ્થળ પર જ પ્રાથમિક પરિણામ મળે તે માટે રેપિડ ટેસ્ટ કરાયા. આનંદનગર, સ્ટેડિયમ રોડ સહિત અલગ-અલગ જગ્યાએ તપાસ કરાઈ.
AMCના ફૂડ વિભાગ દ્વારા ચેકીગ હાથ ધરાયું
— Gujarat First (@GujaratFirst) January 13, 2026
ઉત્તરાયણના તહેવાર પૂર્વે ચેકીગ હાથ ધરાયું
શહેરમાં સાત અલગ અલગ ટીમ બનાવી તપાસ
પ્રથમ વખત રેપિડ ટેસ્ટ કીટથી ચેકીંગ શરૂ કરાયા
સ્થળ પર જ પ્રાથમિક પરિણામ મળે તે માટે રેપિડ ટેસ્ટ
આનંદનગર, સ્ટેડિયમ રોડ સહિત અલગ અલગ જગ્યાએ તપાસ@AmdavadAMC #AMC… pic.twitter.com/CGFBOL8PKV
પતંગ બજારમાં સ્લોગન વાળી પતંગોની મચી ધૂમ!
January 13, 2026 9:11 pm
અમદાવાદમાં ઉત્તરાયણને લઈ વેપારીઓએ ખાસ તૈયારીઓ કરી છે. અલગ-અલગ સ્લોગનવાળી પતંગો તૈયાર કરાઈ છે. અલગ-અલગ સંદેશ આપતી પતંગો આકાશમાં ઉડશે. વેપારીઓ દ્વારા સોશિયલ મેસેજ આપતી પતંગો બનાવાઈ છે. પતંગો દ્વારા અનેક સ્લોગન લોકો સુધી પહોંચશે. 2036 નું ઓલિમ્પિક, આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ સ્લોગન જોવા મળશે. સ્વચ્છતા ઉત્સવ જેવા મેસેજ વાળી પતંગો આકાશમાં ઉડશે.
Uttarayan 2026 : પતંગ બજારમાં સ્લોગન વાળી પતંગોની મચી ધૂમ! | Gujarat First
— Gujarat First (@GujaratFirst) January 13, 2026
અમદાવાદમાં ઉત્તરાયણને લઈ વેપારીઓની તૈયારીઓ
અલગ અલગ સ્લોગન વાળી પતંગો કરાઈ તૈયાર
અલગ અલગ સંદેશા આપતી પતંગો આકાશમાં ઉડશે
વેપારીઓ દ્વારા સોશિયલ મેસેજ આપતી પતંગો બનાવાઈ
પતંગો દ્વારા અનેક સ્લોગન લોકો સુધી… pic.twitter.com/6Sc8n4Ssgm
ઉત્તરાયણનાં દિવસે કેવી રહેશે પવનની ગતિ?
January 13, 2026 9:11 pm
ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર છે. ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વાસી ઉતરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ સારું રહી શકે છે. ઓવરઓલ ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે.


