Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Uttarkashi માં Surat ના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકી, મા-દીકરી સહિત ચારના મોત, બે મહિલા ગુમ

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર સુરતવાસીઓ પર કાળ ત્રાટક્યો. વહેલી સવારે હરિદ્વારથી નીકળેલી શ્રદ્ધાળુઓની ગાડી બેકાબૂ થઈને સીધી પહાડી ખીણમાં વહેતી ભાગીરથી નદીમાં સમાઈ ગઈ હતી. બનાવમાં કારચાલક અને સુરતના 3 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF અને NDRFની ટીમોએ તાબડતોબ બચાવકાર્ય હાથ ધરી ઘાયલ યુવકને બહાર કાઢ્યો હતો. નદીમાં પડેલી 2 મહિલાઓની શોધખોળ કરવામાં આવી.
uttarkashi માં surat ના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકી  મા દીકરી સહિત ચારના મોત  બે મહિલા ગુમ
Advertisement

Uttarkashi Surat Pilgrims Accident : સુરતના શ્રદ્ધાળુઓની કારનો ઉત્તરાખંડમાં અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર થયો છે. સુરતથી ઉત્તરાખંડ દર્શને આવેલા શ્રદ્ધાળુઓની ઇનોવા કાર અચાનક પહાડી માર્ગ પરથી નીચે ખાબકી ગઈ હતી. આ અકસ્માત સવારે લગભગ 7 વાગ્યે ગંગનાનીમાં આવેલા ધારા કુંડથી આશરે 20 મીટર આગળ ડબરાણી તરફ બન્યો હતો.

Tags :
Advertisement

.

×