Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડાનું વળગણ, ડરથી ઉંઘ હરામ

VADODARA : દર્દી SSG હોસ્પિટલના મેડિસિન વિભાગમાં પહોંચ્યા, જ્યાં વૃદ્ધની સમસ્યા જાણતા તેમને સાઇકાઇટ્રી વિભાગમાં રીફર કરવામાં આવ્યા
vadodara   70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડાનું વળગણ  ડરથી ઉંઘ હરામ
Advertisement
  • એસએસજી હોસ્પિટલમાં જેન્ડર ડિસ્ફોરીયાનો કેસ આવ્યો
  • 70 વર્ષના દર્દીને નાટકમાં મહિલાનો ભાગ ભજવ્યા બાદ પુરૂષો પ્રત્યે આકર્ષણ વધ્યું
  • હોસ્પિટલના મેડિસિન વિભાગમાંથી કેસને સાયકિયાટ્રિ વિભાગમાં રિફર કરાયો

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં એક ચોંકાવનારી ફરિયાદ સાથે દર્દીએ સારવાર લીધી છે. 70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડા પહેરવાનું અને પુરૂષો પ્રત્યે આકર્ષણ વધ્યું હોવાનું અનુભવાતું હતું. જેને પગલે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આખરે તેઓ જાતે સારવાર માટે એસએસજી હોસ્પિટલના સાયકિયાટ્રિ વિભાગમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબિબોના સૂચવ્યા મુજબ દવા લેતા સ્થિતીમાં સુધારો નોંધાયો હતો. જો કે, ડોક્ટરે કાઉન્સિલિંગમાં પરિવારને સાથે લાવવાનું કહેતા, તેઓ ફરી હોસ્પિટલ ફરક્યા નથી.

ત્રણ વર્ષથી આ તકલીફ પડી રહી છે

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના 70 વર્ષિય વૃદ્ધને મહિલાના કપડા પહેરવાનું વળગણ હતું. સાથે જ તેઓ પુરૂષો પ્રત્યે આકર્ષાતા હતા. આ અહેસાસને પગલે તેમની રાતોની ઉંઘ હરામ થઇ ગઇ હતી. આખરે તેઓ પોતાની સારવાર કરાવવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં પહોંચ્યા હતા. વૃદ્ધની સમસ્યા જાણતા તેમને સાયકિયાટ્રિ વિભાગમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યાં તબિબને વૃદ્ધે કહ્યું કે, મને પુરૂષો પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. વિતેલા ત્રણ વર્ષથી આ તકલીફ પડી રહી છે. અગાઉ નાટકમાં તેમણે મહિલાનો રોલ કર્યો હતો, અને મહિલાના કપડાં પહેરીને તેમણે નાટક ભજવ્યું હતું. ત્યાર બાદ તેઓ પુરૂષો પ્રત્યે વધારે આકર્ષાઇ રહ્યા છે.

Advertisement

પરિવારને લઇને આવવા કહ્યું

ડો. ચિરાગ બારોટ દ્વારા દર્દીનું કાઉન્સિલીંગ કરવાની સાથે તેમને દવાઓ લખી આપવામાં આવી હતી. સમયસર બંને મળતા દર્દીને પોતાની સમસ્યામાં રાહત જણાતી હતી. ડોક્ટરનું કહેવું છે કે, આ બિમારીને જેન્ડર આઇડેન્ટિટિ ડિસોર્ડર (GENDER IDENTITY DISORDER) અથવા તો જેન્ડર ડિસ્ફોરીયા (GENDER DYSPHORIA) તરીકે ઓળખાય છે. વૃદ્ધની હાલત સુધારા પર હતી. તેમાં કાઉન્સિલીંગ દરમિયાન તેમના પરિવારને લઇને આવવા કહ્યું હતું. જો કે, આ જણાવ્યા બાદ દર્દી ફરી હોસ્પિટલમાં આવ્યા જ નથી. આવા કિસ્સામાં દર્દીને દવા અને કાઉન્સિલીંગ સાથે તેમના પરિવારને પણ સમજાવવો જરૂરી હતો, જેથી અમે તેમને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વેકેશનના અંતિમ દિવસોમાં માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિજળી ગુલ

Tags :
Advertisement

.

×