Vadodara : ધુળેટીની પર્વની ઉજવણી વચ્ચે બની કરુણ ઘટના, 29 વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત
- Vadodara નાં સાવલીમાં યુવાનને કરંટ લાગતા મોત
- જયદીપ ગોહિલ ઉંમર વર્ષ 29 નું ઘટના સ્થળે મોત
- ઝાડ પરનાં ફૂલ તોડતી વેળાએ વીજ વાયર અડતા બની ઘટના
- કરંટ લાગતાં નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું
- સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Vadodara : વડોદરાનાં સાવલીમાં (Savli) ધુળેટીની પર્વની ઉજવણી વચ્ચે એક કરુણ ઘટના બની છે. સાવલી તાલુકાનાં સધાપુરા ગામે યુવાનને કરંટ લાગતા મોત નીપજ્યું છે. હોળી-ધુળેટીનો તહેવાર (Dhuleti Fstival) માતમમાં ફેરવાયો છે. કેસૂડાં ફૂલ પાડવા ગયેલા 29 વર્ષીય ખેડૂતને વીજ કરંટ લાગતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તહેવારના દિવસે આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
Vadodara માં ઝાડ પરનાં ફૂલ તોડતી વેળાએ વીજ વાયર અડતા બની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના (Vadodara) સાવલી તાલુકામાં આવેલા સધાપુરા ગામે 29 વર્ષીય જયદીપ ગોહિલ પરિવાર સાથે રહે છે. આજે ગામમાં ધુળેટી પર્વની (Dhuleti Fstival) ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જયદીપભાઈ ઝાડ પરથી કેસૂડાંનાં ફૂલ તોડવા માટે ચઢ્યા હતા. દરમિયાન, વીજ વાયર અડી જતા જયદીપભાઈને કરંટ લાગ્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. વીજ કરંટ લાગતા જયદીપભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - Ambaji Dhuleti : શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને રંગોનો અનોખો સંગમ, હજારો ભક્તોએ ચાચર ચોકમાં રમી ધુળેટી
કરંટ લાગતા નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું
બનાવની જાણ થતાં સાવલી પોલીસની (Savli Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધુળેટીના દિવસે જ્યાં એક તરફ પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આવી કરૂણ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ધુળેટીના દિવસે યુવાન દીકરાને ગુમાવતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો - Jamnagar: જામનગરમાં રંગોત્સવની ધૂમ, નેતા, જનતા અને પોલીસ રંગાયા ઉજવણીના રંગમાં!


