Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત

વડોદરાના સાવલીમાં ઓવરલોડ ડમ્પરે નિર્દોષનો જીવ લીધો હતો. રેતી ભરેલા ડમ્પરની અડફેટે શ્રમજીવીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
vadodra   સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત
Advertisement
  • વડોદરાના સાવલીમાં ઓવર લોડ ડમ્પરે નિર્દોષનો લીધો જીવ
  • ચર્ચા ગામ પાસે ડમ્પરની અડફેટે એક શ્રમજીવી યુવકનું મોત
  • યુવકનું રેતી ભરેલા ડમ્પરની અડફેટે કમકમાટી ભર્યું મોત

સાવલી તાલુકામાં ફરી એકવાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરે એક નિર્દોષનો જીવ લીધો છે. સાવલી તાલુકાના સમલાયા રોડ ઉપર ચર્ચા ગામ પાસે ડમ્પરની અડફેટે એક શ્રમજીવી યુવકનું મોત નિપજ્યું હતું.

Advertisement

36 વર્ષના યુવકનું ડમ્પરની અડફેટે મોત નિપજ્યું

મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના સમલાયા રોડ પર ડમ્પરની અડફેટે ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રમોદ હરીજન નામનાં 36 વર્ષના યુવક રેતી ભરેલા ડમ્પરની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુમ મોત નિપજ્યું હતું. સાવલીથી મોટર સાયકલ પર જતા બે યુવકો પૈકી પાછળ બેઠેલા પ્રમોદનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ ચાલક સતીષનો આબાદ બચાવ થયો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar: ગુલાબનગર ડમ્પયાર્ડમાં પુરવઠા વિભાગે દરોડો પાડી લાખોનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપ્યો

સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતક પ્રમોદના મૃતદેહને પીએમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત સતીષ દ્વારા સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા સાવલી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ડમ્પર ચાલક સામે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Rajkot: પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Tags :
Advertisement

.

×