Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઇન્ટરનેશનલ ફ્લાઇટને 'WELCOME', લેન્ડિંગ પર ઇન્સેન્ટીવની ઓફર

VADODARA : ઓફરમાં પ્રથમ વર્ષે અંદાજીત રૂ. 57 હજાર, બીજા વર્ષે અંદાજીત રૂ. 53 હજાર અને ત્રીજા વર્ષે અંદાજીત રૂ. 44 હજારનો ફાયદો થશે.
vadodara   ઇન્ટરનેશનલ ફ્લાઇટને  welcome   લેન્ડિંગ પર ઇન્સેન્ટીવની ઓફર
Advertisement
  • વડોદરાવાસાીઓની જુની માંગ પુર્ણ થવાના આરે
  • વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટુંક સમયમાં મળશે
  • ત્રણ વર્ષ માટે આકર્ષક ઓફરની જાહેરાત કરવામાં આવી છે

VADODARA : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી) (AIRPORT AUTHORITY OF INDIA - DELHI) દ્વારા વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ (INTERNATIONAL FLIGHTS) ના ઓપરેશન શરૂ કરવા પ્રોત્સાહન આપતી ઓફરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સને ટેક ઓફ અને લેન્ડિંગ પર ઇન્સેન્ટીવ મળશે. આ ઇન્સેન્ટીવ 70 ટકાથી લઇને 100 ટકા સુધીનું રહેશે. જેને આગામી ત્રણ વર્ષ માટે તબક્કાવાર રીતે લાગુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને ટુંક સમયમાં વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તેવી શક્યતાઓ ઉજળી થતી જાય છે.

તબક્કાવાર ફાયદો મળશે

વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે માટે જોરદાર ઓફરની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સ્થિત એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 - 26 થી લઇને 2027 - 28 સુધી ત્રણ વર્ષ માટે તબક્કાવાર રીતે લેન્ડિંગ ચાર્જમાં ઇન્સેન્ટીવ આપવામાં આવનાર છે. આ ઇન્સેન્ટીવ ચાર્જમાં પ્રથમ વર્ષ 100 ટકા, બીજા વર્ષે 90 ટકા અને ત્રીજા વર્ષે 70 ટકા ઇન્સેન્ટીવ મળશે. જેમાં પ્રતિ ફ્લાઇટ પ્રથમ વર્ષે અંદાજીત રૂ. 57 હજાર, બીજા વર્ષે અંદાજીત રૂ. 53 હજાર અને ત્રીજા વર્ષે અંદાજીત રૂ. 44 હજારનો ફાયદો થશે.

Advertisement

વડોદરા એરપોર્ટથી 12 જેટલી ડોમેસ્ટીક ફ્લાઇટ્સ કાર્યરત

સુત્રોએ જણાવ્યું કે, વડોદરા એરપોર્ટ પર કસ્ટમ ઇમિગ્રેશન સુવિધાથી અપગ્રેડ કરી દેવામાં આવ્યું છે. જેથી વિદેશ જતા મુસાફરોને અહિંયાથી જ કસ્ટમ અને ઇમિગ્રેશનનું ક્લિયરન્સ મળી રહેશે. હાલ વડોદરા એરપોર્ટથી 12 જેટલી ડોમેસ્ટીક ફ્લાઇટ્સ કાર્યરત છે. જે દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, હૈદરાબાદ, અને ચેન્નાઇ માટે ઉડાન ભરે છે.

Advertisement

ઇન્સેન્ટીવ સ્કિમ એરપોર્ટ માટે ગેમ ચેન્જર નીવડી શકે

અત્રે નોંધનીય છે કે, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ શરૂઆતથી જ વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મળે તે માટેના પ્રયત્નો કર્યા હતા. જેના સુખદ પરિણામો હવે સામે આવી રહ્યા છે. જાણકારના મતે ઇન્સેન્ટીવ સ્કિમ વડોદરા એરપોર્ટ માટે ગેમ ચેન્જર નીવડી શકે છે. જેનો ફાયદો વડોદરા તથા આસપાસના લોકોને મળશે. AAI દ્વારા નોંધપાત્ર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો --- Gujarati Top News : આજે 30 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×