Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પોલીસ ઇન્સ્પેક્ટરના નામે તોડપાણી કરવા નિકળેલ તેલનો વેપારી ભરાઇ પડ્યો, થયું એવું કે ACB ભટકાઈ ગઈ

Vadodara  : રાજ્ય અને દેશમાં પ્રતિદિવસ અવનવા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે એક એવા સમાચાર સામે આવ્યા છે, તે વાંચને તમને પણ નવાઈ લાગશે કે લોકો પૈસા કમાવવા માટે કેવા-કેવા રસ્તા શોધી રહી છે. વાત એવી છે કે, એક તેલનો વ્યાપારી પીઆઈનું નામ લઈને થોડા પૈસા કમાઈ લેવા માંગતો હતો પરંતુ તેના નશીબ એટલા ખરાબ હતા કે, તે સીધો એસીબીને જ ભટકાઈ ગયો હતો.
vadodara    પોલીસ ઇન્સ્પેક્ટરના નામે તોડપાણી કરવા નિકળેલ તેલનો વેપારી ભરાઇ પડ્યો  થયું એવું કે acb ભટકાઈ ગઈ
Advertisement
  • વારસિયા પીઆઈ વસાવાના નામે 5 લાખ લાંચ માંગનાર વેપારીને ACBએ ઝડપ્યો – 2.50 લાખનો પહેલો હપ્તો લેતા પકડાયો
  • વડોદરા લાંચ કાંડ : જમીન પર બાંધકામ અટકાવવા ફરિયાદ દાખલ કરાવવા 5 લાખની માંગણી, સુરેશ તોલાણી રંગેહાથ ઝડપાયો
  • અમદાવાદ ACBની મોટી કાર્યવાહી: પીઆઈના નામે વચેટિયાએ 2.50 લાખ લાંચ લીધી, ચોખંડીમાં ટ્રેપમાં ફસાયો
  • વડોદરા જમીન વિવાદમાં લાંચનો ભાણો : વેપારી સુરેશ તોલાણીએ પીઆઈ વસાવાના નામે માંગ્યા 5 લાખ, ACBએ ઝડપી પાડ્યો
  • લાંચ માંગીને ફસાયો વેપારી : વારસિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવા 2.50 લાખ લેતા પકડાયો, પીઆઈ વસાવા સામે હજુ પુરાવા નહીં

Vadodara  : રાજ્ય અને દેશમાં પ્રતિદિવસ અવનવા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે એક એવા સમાચાર સામે આવ્યા છે, તે વાંચને તમને પણ નવાઈ લાગશે કે લોકો પૈસા કમાવવા માટે કેવા-કેવા રસ્તા શોધી રહી છે. વાત એવી છે કે, એક તેલનો વ્યાપારી પીઆઈનું નામ લઈને થોડા પૈસા કમાઈ લેવા માંગતો હતો પરંતુ તેના નશીબ એટલા ખરાબ હતા કે, તે સીધો એસીબીને જ ભટકાઈ ગયો હતો.

Vadodara ના તેલ વેપારીએ નવો ધંધો શરૂ કર્યો પરંતુ...

વડોદરામાં વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈના નામે લાંચ માંગનાર વેપારીને અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણી (ઉં.વ. આશરે 50, રહે. ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા)એ જમીન વિવાદમાં ફરિયાદ દાખલ કરાવવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી પહેલા હપ્તા તરીકે 2.50 લાખ રૂપિયા લેતા તેને ટ્રેપમાં પકડી લેવામાં આવ્યો.

Advertisement

Vadodara ફરિયાદ કરાવવા માટે માંગ્યા પાંચ લાખ

મળી રહેલી માહિતી અનુસાર, ફરિયાદીની વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 329ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ થતા તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીની તપાસ ચાલુ હતી ત્યારે વારસિયા વિસ્તારમાં તેલની દુકાન ધરાવતા આરોપી સુરેશ તોલાણી ફરિયાદીના સંપર્કમાં આવ્યા અને વારસિયા પીઆઈ એસ.એમ. વસાવાના નામે ફરિયાદ દાખલ કરાવવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

Advertisement

ACBએ ગોઠવેલા છટકામાં ફસાયો તેલનો વેપારી

આરોપીએ શરત મૂકી કે ફરિયાદ દાખલ થાય તે પહેલાં 2.50 લાખ અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના 2.50 લાખ આપવાના રહેશે. ફરિયાદીને લાંચ આપવી ન ગમતા તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો. ACB વડોદરા યુનિટના ડેપ્યુટી ડિરેક્ટર બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ 25 ડિસેમ્બર 2025ના રોજ ચોખંડી વિસ્તારમાં આવેલી 'અનુભવ એન્ટરપ્રાઇઝ' નામની દુકાનમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

 લાંચ સ્વીકારતા જ બકરી ડબ્બામાં આવી ગઈ

આરોપી સુરેશ તોલાણી ફરિયાદી પાસેથી 2.50 લાખ રૂપિયા સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો અને લાંચની પૂરી રકમ રિકવર કરી હતી. આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ACB વડોદરા યુનિટના ડેપ્યુટી ડિરેક્ટર બળદેવ દેસાઈએ જણાવ્યું કે, "અત્યાર સુધી પીઆઈ એસ.એમ. વસાવાએ લાંચ માંગ્યા હોવાના પુરાવા મળ્યા નથી. જો પૂછપરછ અને તપાસમાં પુરાવા મળશે તો પીઆઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે." પીઆઈ વસાવાએ પણ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે તેઓ આ વ્યક્તિને ઓળખતા પણ નથી.

આ પણ વાંચો- સિંગર આરતી સાંગાણી Love Marriage; પિતાની આપવીતી, અલ્પેશ કથિરીયાની માગ બાદ યુવતીએ તોડ્યું મૌન

Tags :
Advertisement

.

×