Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો
- વડોદરામાં રફ્તારના રાક્ષસો બન્યા બેકાબૂ
- વડસર GIDC બ્રિજ પર કાર ચાલકે મચાવ્યો કહેર
- બેફામ બનેલા કાર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે
વડોદરામાં વધુ એક કાર ચાલક દ્વારા પુર ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી રાહદારીઓને અડફેટે લીધા હતા. વડસર જીઆઈડીસી બ્રિજ પર કાર ચાલકે આતંક મચાવ્યો હતો. બેફામ બનેલા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. તેમજ અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો
મળતી માહીત મુજબ વડોદરાનાં વડરસ જીઆઈડીસી બ્રિજ પર રાત્રીના સુમારે એક કાર ચાલક દ્વારા બેફીકરાઈથી વાહન હંકારી અનેક રાહદારીઓને અડફેટે લીધા હતા. અચાનક જ કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લેતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ થોડા સમય માટે બ્રિજ પર નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે કાર ચાલક દ્વારા એક્ટીવા, બાઈક અને કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે એક્ટીવા સવાર દંપતીને અડફેટે લીધા બાદ કાર ચાલકે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ પણ વાંચોઃ Vadodra: રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસ, FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
માંજલપુર પોલીસે કાર ચાલકની અટકાયત કરી
કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ ભાગતા કાર ચાલકને ઝડપી પાડી તેને બરાબરને મેથી પાક ચખાડ્યો હતો. તેમજ આ બાબતે માંજપુર પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ રાહદારીઓ દ્વારા એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, કાર ચાલક નશામાં હતો.
આ પણ વાંચોઃ Gandhinagar : GPSC દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ