VADODARA : પીપળાના પાન પર કોતરણી કરી 'ઓપરેશન સિંદૂર'ને વધાવવાનો કલાત્મક પ્રયાસ
- વડાપ્રધાનને વધાવવા માટે સંસ્કારી નગરીમાં અનોખો થનગનાટ
- યુવકે પર્ણ પર વડાપ્રધાન અને સૈનિકોની કોતરણી કરી
- આ અનોખા આર્ટવર્ક થકી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે
VADODARA : ભારતીય સેના (INDIAN ARMY) એ “ઓપરેશન સિંદૂર” (OPERATION SINDOOR) દ્વારા ભારતીય નારીના સિંદૂરનો બદલો લઈ અને સિંદુરની રક્ષા કરવાનુ જે સાહસ કર્યું તથા વિશ્વને પોતાના સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો છે એ ગૌરવને વધાવવા તથા સેનાના મનોબળને વધારે પ્રબળ બનાવવા વડોદરાના કલાકાર દ્વારા પોતાની કલાકૃતિ દ્વારા વીરતાને બિરદાવતા પીપળાના પાનનાં ઉપયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) અને વીર જવાનોની પ્રતિકૃતિ પીપળાના પાન ઉપર કોતરણી (CARVING ON LEAF) કરી છે.
આર્ટ વર્ક વડાપ્રધાનને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
ઓપરેશન સિંદૂર બાદ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના સંકલ્પ અને સેવાભાવી રાજકીય જીવનની શરૂઆત કરી તે કર્મભૂમિ વડોદરા શહેરની ધરતી પર પધારનાર છે ત્યારે કલાકાર કિશન શાહ દ્વારા તૈયાર કરાયેલ આર્ટ વર્ક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારી જે “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હતું તેવાં કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાની રહેવાસી છે અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.
ઓપરેશન સિંદૂર લખી અને આભાર પ્રગટ કર્યો
પરમહંસ આર્ટના કલાકાર કિશન શાહ એ જણાવ્યું કે, તેઓ એ વિવિધ પ્રકારના ઝાડની પાંદડીઓ ઉપર ભગવાન મહાદેવની વિવિધ કલાકૃતિ સહિત ચિત્રોમાં વિવિધ દેવી - દેવતાઓના સ્વરૂપોના તંત્ર-મંત્ર-યંત્રને વિશેષ રીતે જોડીને તાંત્રિક ચિત્રોનું સર્જન કર્યું છું. પાંદડાની કોતરણીએ એક આર્ટવર્ક છે જેમાં ચિત્ર અથવા કુદરતી દ્રશ્ય વિકસાવવા માટે પાંદડાને નાજુક રીતે કાપવામાં આવે છે. કોતરણીની પ્રક્રિયા કલાકાર દ્વારા નશો કાપ્યા અથવા દૂર કર્યા વિના સપાટીને કાળજીપૂર્વક કાપવા માટે વિશેષ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આજરોજ ખાસ પાંદડા કોતરણી કરીને વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિ બનાવી અને ઓપરેશન સિંદૂર લખી અને આભાર પ્રગટ કર્યો છે. તેમની આ કલા કારીગરી બનાવવામાં લગભગ બે દિવસનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં 17 દેશના વિદ્યાર્થીઓ અભિવાદનમાં જોડાશે