ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નવાયાર્ડમાં PCR વાનના કાચ તૂટ્યા, હુમલાખોર ગિરફ્તમાં

VADODARA : પોલીસ વાહન પર હુમલાની ઘટના બાદ વધુ બળ મંગાવીને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, અને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
10:47 AM May 21, 2025 IST | PARTH PANDYA
VADODARA : પોલીસ વાહન પર હુમલાની ઘટના બાદ વધુ બળ મંગાવીને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, અને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના નવાયાર્ડ (NAVAYARD) માં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો છે. ગતરાત્રે નવાયાર્ડના અલ્ઝામાકાર ચોક પાસે પોલીસ વાન પર હુમલાની (ATTACK ON PCR VAN) ઘટના સામે આવી છે. જેમાં યુવકે પોલીસની પીસીઆર વાનના પાછળના બંને કાચ તોડી નાંખ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મહિલા પોલીસના કર્મી જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને અંજામ આપનાર વસીમ નામના યુવકની ફતેગંજ પોલીસે ધરપકડ કરી છે. તે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો

વડોગરામાં રાત્રીના સમયે માથાભારે તત્વોના ત્રાસની ઘટના સામે આવી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રાત્રીના સમયે માથાભારે તત્વ દ્વારા પીસીઆર વાન પર હુમલો કરી દીધો હતો. સાથે જ પોલીસ કર્મી જોડે દુર્વ્યવહાર કર્યો હતો. જે ઘટના બાદ પોલીસે વધુ બળ મંગાવીને આરોપીને દબોચી લીધો છે. અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પીસીઆર વાનના પાછળના બંને તરફના કાચ તોડી નાંખવામાં આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ રાત્રીના સમયે મોડે સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરવા માટેની માંગ જાગૃત નાગરિક અને સામાજીક કાર્યકર દ્વારા ઉઠાવવામાં આવી છે.

મહિલા કર્મચારી જોડે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો

સમગ્ર મામલે સામાજીક કાર્યકર નાઝીમ શેખએ જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 12 વાગ્યે નવાયાર્ડ વિસ્તારમાં ખુબ દુખદ ઘટના બની છે. આવું થવું ના જોઇએ. પરંતુ ગત રાતની ઘટનામાં પોલીસવાન પર હુમલો કરવામાં આવ્યો છે. તેમાં બેઠેલા મહિલા કર્મચારી જોડે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવું મેં જાણતા તુરંત દોડી ગયો હતો. નવાયાર્ડમાં રહેતા ગુંડા તત્વો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ, તેમની સાચી જગ્યા જેલ છે. આ પ્રકારના 10 - 20 ટકા લોકો નવાયાર્ડ વિસ્તારમાં છે. જે નશાખોર છે, મોડી રાત સુધી જાગતા રહે છે. રાત બાદ પણ ખાણી-પીણીની લારીઓ બંધ થવી જોઇએ. આ ઘટનાની હું નિંદા કરું છું.

આ પણ વાંચો --- VADODARA : પ્રક્રિયા અનુસર્યા વગર લાખોની લોન આપનાર અને મેળવનાર વિરૂદ્ધ ફરિયાદ

Tags :
accusedarrestedatattackbreakglassGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsnightPCRpoliceVadodaravan
Next Article