ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : કારેલીબાગની સોસાયટીમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, મકાન માલિક ઈજાગ્રસ્ત

Vadodara કારેલીબાગમાં દિવસે લૂંટનો પ્રયાસ : મકાનમાલિકને માર મારીને લૂંટારુંઓ ફરાર
10:22 PM Sep 18, 2025 IST | Mujahid Tunvar
Vadodara કારેલીબાગમાં દિવસે લૂંટનો પ્રયાસ : મકાનમાલિકને માર મારીને લૂંટારુંઓ ફરાર

Vadodara : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક ચકચાર મચાવનારી ઘટના બની છે, જ્યાં ત્રણ લૂંટારોએ ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 27માં બની હતી. જ્યાં મકાનમાલિક વિમલ ભટ્ટની સતર્કતાના કારણે લૂંટારાઓનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તેમ છતાં લૂંટારોએ વિમલ ભટ્ટને માથામાં માર મારીને ઇજા પહોંચાડીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને વડોદરા પોલીસે તપાસ શરૂ કરી છે અને અજાણ્યા લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે.

Vadodara સોસાયટીમાં ધોળા દિવસે લૂંટની કોશિશ

આ ઘટના આજે બપોરે (18 સપ્ટેમ્બર ) કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીમાં બની હતી. મકાનમાલિક વિમલ ભટ્ટ તેમના ઘરમાં હતા, જ્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ અચાનક ઘુસી આવ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો. વિમલ ભટ્ટે તરત જ વિરોધ કર્યો અને ચીસો પાડી જેના કારણે લૂંટારાઓને તેમનો હેતુ સિદ્ધ કરવામાં મુશ્કેલી પડી હતી. ગુસ્સામાં આવેલા લૂંટારાઓએ વિમલને માથામાં બોથડ પદાર્થ ફટકાર્યો હોવાા કારણે તેમને ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. તુરંત જ વિમલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે.

આ પણ વાંચો- પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટની રાહત : સરેન્ડર પર એક સપ્તાહની રોક

સ્થાનિક લોકોએ વિમલના ચીસોની અવાજથી ખબર પડી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં લૂંટારૂંઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટના પછી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તો લો એન્ડ ઓર્ડરને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. લોકો પોતાના ઘરમાં જ સુરક્ષિત નહોવાની ભાવના ઉભી થઈ છે. આ ગંભીર ઘટના બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તુરંત ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે લૂંટારાઓની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આ ઘટનાને લઈને વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. લોકોમાં પોતાના જાન-માલની ચિંતા પેઠી છે. તો પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

Vadodara પોલીસની કાર્યવાહી

કારેલીબાગ પોલીસે આ કેસમાં લૂંટ અને મારપીટના આરોપમાં FIR નોંધી છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે, "ઘટના દિવસે થઈ છે, તેથી પુરાવા મળવાની આશા છે. અમે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારીશું અને લૂંટારાઓને ઝડપી પાડવાના પ્રયાસો કરીશું." વિમલ ભટ્ટની સ્થિતિ સ્થિર છે, અને તેઓ પોલીસને તમામ વિગતો આપી રહ્યા છે. આ ઘટના વડોદરાના શહેરી વિસ્તારોમાં વધતા ગુનાઓને દર્શાવે છે.

આ પણ વાંચો- ગીર સોમનાથ : devayat khavad ને 1 લાખના બોન્ડ પર મુક્તિ, જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ

Tags :
AmrapaliSocietygujaratnewsKarelibaghIncidentRobberyAttemptVadodaraVadodaraRobberyVimalBhatt
Next Article