Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્રક્રિયા અનુસર્યા વગર લાખોની લોન આપનાર અને મેળવનાર વિરૂદ્ધ ફરિયાદ

VADODARA : પ્રિન્કલનો સીબીલ રીપોર્ટ જોતા તેણે અન્ય બેંકમાંથી રૂ, 1.50 કરોડની લોન મેળવી હતી, જેમાં રૂ. 33 લાખ રકમ બાકી દર્શાવતી હતી
vadodara   પ્રક્રિયા અનુસર્યા વગર લાખોની લોન આપનાર અને મેળવનાર વિરૂદ્ધ ફરિયાદ
Advertisement
  • પાદરા પોલીસ મથકમાં વધુ એક બેંક લોન કૌભાંડ નોંધાયું
  • ત્રણ સામે નોંધાઇ ફરિયાદ
  • બેંક મેનેજર તો નિવૃત્ત પણ થઇ ગયા છે

VADODARA : વડોદરા (VADODARA) ના પાદરા (PADRA) માં આવેલી એસબીઆઇ બેંકના મેનેજર અને ડે મેનેજર દ્વારા કોઇ પણ પ્રકારની જરૂરી ખરાઇ કર્યા વગર જ રૂ. 10 લાખની લોન આપી દેવામાં આવી હતી. બાદમાં લોન ધારકે પૈસા ભરપાઇ કરવાનું બંધ કરી દેતા એકાઉન્ટ એનપીએ થયું હતું. જે બાદ તપાસ કરવામાં આવતા લોનના પૈસા અન્યત્રે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું સમગ્ર મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં પ્રક્રિયા અનુસર્યા વગર લાખો રૂપિયાની લોન (LOAN FRAUD) આપનાર અને લોન લેનાર ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ડોક્યૂમેન્ટની ખરાઇ કર્યા વગર જ લોન અપાઇ

પાદરા પોલીસ મથકમાં દિલીપકુમાર બાબરભાઇ બામનિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ હાલ પાદર ખાતે આવેલી એસબીઆઇ બેંકના મેનેજર છે. તાજેતરમાં તેમને ઓથોરીટી દ્વારા બેંક જોડે છેતરપીંડિ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેથી લોન લઇને ભરપાઇ નહીં કરનારા ખાતેદારો વિરૂદ્ધ તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન ધ્યાને આવ્યું કે, મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપ્રાઇટર પ્રિન્કલ નિરજ ધનુરધારી (રહે. નિજાંદ બંગ્લો, ડભોઇ, વડોદરા) દ્વારા કેશ ક્રેડિટ લોન અને ટર્મ લોન માટે અરજી કરી હતી. તત્કાલિન લોન ઓફિસર સુપ્રભાત કુમાર દ્વારા સંસ્થાનું પ્રિ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન્હતું. તે વખતના બેંક મેનેજર દ્વારા સુનિલ સિન્હા અને ડે. મેનેજર સુપ્રભાત કુમારે ડોક્યૂમેન્ટની ખરાઇ કર્યા વગર, એકલવ્ય ગ્રુપના પ્રિન્કલ ધનુરધારીને રૂ. 10 લાખની મુદ્દા લોન મંજુર કરી આપી હતી.

Advertisement

વર્ષ 2019 ના રોજ તેનું એકાઉન્ટ એનપીએ થઇ ગયું

સાથે જ પ્રિન્કલે બેંકને લેટર ઓફ એરન્જમેન્ટ અને લેટર ઓફ ગેરન્ટી ઉપર સહીં કરી આપી હતી. તેમજ સ્ટોર સહિતની વસ્તુઓને સીસી લોનના ધીરાણના ભાગરૂપે હાઇપોથીફીકેશન કરી આપ્યું હતું. બાદમાં પ્રિન્કલે સમયસર લોન ભરપાઇ કરી ન્હતી. તેથી વર્ષ 2019 ના રોજ તેનું એકાઉન્ટ એનપીએ થઇ ગયું હતું. વર્ષ 2021 માં બેંક મેનેજર સુનિલ કુમાર સિન્હા નિવૃત્ત થઇ ગયા હતા. બાદમાં પ્રિન્કલનો સીબીલ રીપોર્ટ જોતા તેણે અન્ય બેંકમાંથી રૂ, 1.50 કરોડની લોન મેળવી હતી, જેમાં રૂ. 33 લાખ રકમ બાકી દર્શાવતી હતી. જે બાદ તપાસ કરતા તેણે કરાર મુજબ કોઇ પણ પ્રકારના ખરીદ-વેચાણ કર્યાના વ્યવહાર રજુ કર્યા ન્હતા.

Advertisement

2022 તે લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી

જે બાદ વધુ તપાસમાં ધ્યાને આવ્યું કે પ્રિન્કરે પોતાના એકાઉન્ટમાંથી રકમ પોતાના ધંધાના અન્ય સંથળે તદબીલ કરીને લોનની ચૂકવણી કરવાના બદલે બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. વર્ષ 2022 તે લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી હતી. ઉપરોક્ત મામલે પ્રિ ઇન્સ્પેક્શન અને પોસ્ટ ઇન્સ્પેક્શન નહીં કરનાર બેંક મેનેરજ સુનિલકુમાર સિન્હા, ડે. મેનેજર સુપ્રભાત કુમાર અને મેસર્સ એકલવ્ય ગ્રુપના પ્રોપ્રાઇટર પ્રિન્કલ નિરજ ધનુરધારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ત્રણેય વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : લગ્નનની લાલચે સગીરા પર દુષ્કર્મ, ધર્મ પરિવર્તન કરવા સિગારેટના ડામ દીધા

Tags :
Advertisement

.

×