Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્લેન ક્રેશની દુખ:દ ઘડીએ BCA સત્તાધીશો ભાન ભૂલ્યા

VADODARA : વડોદરામાં પ્રથમ વખત શરૂ થનાર બરોડા પ્રિમિયર લીગની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. 15 જુનથી આ મેચ રમાનાર છે
vadodara   પ્લેન ક્રેશની દુખ દ ઘડીએ bca સત્તાધીશો ભાન ભૂલ્યા
Advertisement
  • બરોડા ક્રિકેટ એસો.ના સત્તાધીશો ટીકાને પાત્ર બન્યા
  • પ્લેન ક્રેશની ઘટનાના ગણતરીના કલાકો બાદ ટ્રોફીનું અનાવરણ કર્યું
  • મૃતકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું

VADODARA : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ (AHMEDABAD PLANE CRASH) થતા તેમાં 270 થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાને પગલે દેશ-દુનિયામાંથી અસરગ્રસ્તો માટે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે. હતભાગીઓ જોડે સંવેદના દાખવતા દેશભરમાં નાના-મોટા રાજકીય - બિનરાજકીય કાર્યક્રમો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનના (BARODA CRICKET ASSOCIATION) સત્તાધીશો ભાન ભૂલ્યા છે. અને સત્તાધીશો દ્વારા પ્લેન ક્રેશની દુખદ ઘડીએ બરોડા પ્રિમિયર લીગની (BARODA PREMIER LEAGUE) ટ્રોફીનું અવાનરણ કર્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, બરોડા ક્રિકેટ એસો. દ્વારા ઇન્ડિયન પ્રિમિયર લીગની તર્જ પર પ્રથમ વખત બરોડા પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી

વડોદરામાં પ્રથમ વખત શરૂ થનાર બરોડા પ્રિમિયર લીગની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. 15 જુનથી આ મેચ રમાનાર છે. ગતરોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટના પ્લેન ક્રેશને લઇને દેશ-દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તે સમયે બરોડા ક્રિકેટ એસો.ના સત્તાધીશો દ્વારા બરોડા પ્રિમિયર લીગની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેને પગલે વડોદરાના સાંસદ દ્વારા પણ સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરવામાં આવી છે.

Advertisement

આ કાર્યક્રમ મોકુફ રાખવો જોઇએ

સુત્રોના જણાવ્યા અનુસાર, બીસીએ સત્તાધીશો દ્વારા મૃતકોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. જો કે, અમદાવાદની દુખદ ઘટનાનો પગલે નાના-મોટા અસંખ્ય રાજકીય-બિનરાજકીય કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતા. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં પણ બીસીએ દ્વારા આ કાર્યક્રમ મોકુફ રાખવો જોઇએ તેવી પ્રબળ લોકલાગણી પ્રવર્તી રહી છે. બીસીએ સત્તાધીશો દ્વારા કરાયેલા ટ્રોફી અનાવરણને પગલે લોકોનો રોષ સોશિયલ મીડિયા નીકળ્યો હતો.

Advertisement

ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે

સુત્રોએ ઉમેર્યું કે, બીપીએલની મેચમાં રજીસ્ટ્રેશન કરનારને ફ્રી એન્ટ્રી આપવામાાં આવશે. તે માટે મોબાઇલ નંબર પર મિસ્કડોલ અથવા બીસીએ દ્વારા સૂચિત ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે. બીસીએલની ટ્રોફીમાં લંડનની દોઢસો વર્ષ જુની ફ્રેઝર અએન્ડ હોસ કંપની દ્વારા બનાવાઇ છે. આ ટ્રોફીની કિંમત રૂ. 1.45 લાખ અંકાય છે. ટ્રોફીમાં સોના અને ચાંદી જડવામાં આવ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : '5 મિનિટમાં પ્લેન ઉડશે, ફોન મુકું છું', આખરી સંવાદ અંતિમ યાદ બન્યો

Tags :
Advertisement

.

×