VADODARA : બરોડા પ્રિમિયર લીગમાં 5 ટીમો રમશે, ડ્રો કરીને ખેલાડીઓની પસંદગી
- IPL ની તર્જ પર BPL નું આયોજન કરાયું
- વડોદરાના ક્રિકેટ જગતના ટેલેન્ટને મોટું પ્લેટફોર્મ પુરૂ પાડવાનો પ્રયાસ
- ટુર્નામેન્ટમાં કુલ મળીને રૂ. 45 લાખના ઇનામો રાખવામાં આવ્યા
VADODARA : બરોડા ક્રિકેટ એસો. (BARODA CRICKET ASSOCIATION) દ્વારા પ્રથમ વખત ટી - 20 ફોરમેટમાં બરોડા પ્રિમિયર લીગ (BARODA PREMIER LEAGUE - 2025) ની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. કોટંબી સ્ટેડિયમ (KOTAMBI STADIUM) માં આ મેચો 15 જુનથી શરૂ થશે. બીપીએલ હેઠળ 24 મેચો રમાડવામાં આવનાર છે. ટુર્નામેન્ટની 5 ટીમોની પસંદગી ડ્રોના આધારે કરવામાં આવી છે. પાંચ ટીમ વચ્ચે 115 ખેલાડીઓ વેચાયા હતા. પાંચ ટીમોના નામ એ - 4 પાવર સ્ટ્રાઇકર, એલેમ્બિક વોરીયર્સ, અમી સુપર એવેન્જર્સ, ડાયમંડ ડેઝલર અને પૃથ્વી પેન્થર છે. આ ટુન્મામેન્ટમાં કુલ રૂ. 45 લાખના ઇનામો રાખવામાં આવ્યા છે.
લીગ પાછળ રૂ. 8 કરોડનો ખર્ચ
તાજેતરમાં સેવાસીના કબીર ફાર્મ ખાતે બરોડા પ્રિમિયર લીગની ટીમ પસંદગીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ટેલેન્ટને દેશ માટે રમવા સુધીનું પ્લેટફોર્મ પુરૂ પાડવાનો બરોડા ક્રિકેટ એસો.નો આ પ્રયાસ છે. બીપીએલની પાંચ ટીમોને નિરાયુ લિમિટેડ, અમી લાઇફ સાયન્સ, દર્શનમ હેપ્પી હોમ્સ, ઔસમ ફોન અને વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા ખરીદવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 15 થી 30 જુન દરમિયાન રમાશે. આ લીગ પાછળ રૂ. 8 કરોડનો ખર્ચ થનાર છે. દરેક ખેલાડીને હોટલમાં રાખવામાં આવશે, તેનો ખર્ચ બીસીએ ભોગવશે. મેચ દીઠ સિનિયર ખેલાડીને રૂ. 15 હજાર અને જુનિયરને રૂ. 10 હજાર અપાશે. ટુર્નામેન્ટમાં મોટા સેલિબ્રિટીને બોલાવવા માટેના બીસીએના પ્રયત્નો જારી છે.
ટીકીટની ફી અનિર્ણિત
ટુર્નામેન્ટમાં કુલ મળીને રૂ. 45 લાખના ઇનામો રાખવામાં આવ્યા છે. જેને વિનર, રનરઅપ, ત્રીજો નંબર, સૌથી વધુ કેચ (યલો કેપ), ઓરેન્જ કેપ, બેસ્ટ કેચ, બેસ્ટ ફીલ્ડર, અને સૌથી વધુ છગ્ગાની કેટેગરીના વિજેતાઓને આપવામાં આવશે. આ મેચોનું સ્ટાર સ્પોર્ટસ અને ફેનકોડ પર બ્રોડકાસ્ટ કરવામાં આવશે. ટીકીટ ફી અંગે હજીસુધી કોઇ નિર્ણય લેવાયો નથી.
આ પણ વાંચો --- VADODARA : જિલ્લાના 55 ગામો સુધી સરકારના 17 વિભાગોની યોજનાઓ પહોંચાડવાની નેમ