VADODARA : આરોપોમાં ઘેરાયેલી બરોડા ડેરીના MD નું રાજીનામું
- બરોડા ડેરીના મેનેજમેન્ટ સામે ઘણા આરોપો સામે આવ્યા છે
- આ વચ્ચે ડેરીના એમડીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે
- ડેરીની મિટિંગમાં આ રાજીનામું મંજુર કરી દેવામાં આવ્યું છે
VADODARA : આરોપોમાં ઘેરાયેલી વડોદરા (VADODARA) ની બરોડા ડેરી (BARODA DAIRY) ના એમડી અજય જોષીએ રાજીનામું (MD RESIGN) આપી દીધું છે. તાજેતરમાં મળેબી ડેરીની બોર્ડ મિટિંગમાં રાજીનામું મંજુર કરી દેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એમડીની નિવૃત્તિને માત્ર 10 મહિના જેટલો જ સમય બાકી છે, ત્યારે તેમણે ઘરેલા રાજીનામાંને પગલે આશ્ચર્ય સર્જાયું છે. આ રાજીનામું તેમણે અંગતકારણોસર આપ્યું હોવાનું જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદાર અને ત્યાર બાદ અગ્રણી અજીત ઠાકોર દ્વારા બરોડા ડેરીના મેનેજમેન્ટ વિરૂદ્ધ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ વચ્ચે આ ઘટના સામે આવી છે.
સમય આવ્યે પુરાવા સહ સામે આવશે
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા તાજેતરમાં બરોડા ડેરીના સત્તાધીશો વિરૂદ્ધ સનસનીખેજ આરોપો લગાડવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે, ડેરીમાં મૃત લોકોના નામે દુધ ભરીને પૈસાની ઉચાપત કરવામાં આવી છે. તે બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ અગ્રણી અજીત ઠાકોર દ્વારા પણ ડેરી મેનેજમેન્ટ વિરૂદ્ધ આરોપો મુકવામાં આવ્યા હતા. અને સમય આવ્યે પુરાવા સહ સામે આવશે તેમ જણાવ્યું હતું. આ બંને ઘટનાને હજી મહિનો થયો નથી ત્યાં તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
અનેક સવાલો ઉભા થયા
બરોડા ડેરીના એમડી અજય જોષીનું રાજીનામું ડેરી બોર્ડની મિટિંગમાં મંજુર કરી દેવામાં આવ્યું છે. અજય જોષીએ ગત માસમાં રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાં પાછળ તેમણે અંગત કારણ આગળ ધર્યું હતું. જો કે, તેમની નિવૃત્તિને આડે માત્ર 10 મહિના જ બાકી છે, ત્યારે તેમણે આપેલા રાજીનામાને પગલે અનેક સવાલો ઉભા થયા છે. સુત્રોએ ઉમેર્યું કે, અજય જોષીના રાજીનામાં બાદ હવે ડેરી મેનેજમેન્ટ દ્વારા ફેડરેશન સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવા એમડીની નિયુક્તી કરવામાં આવશે.
નવા એમડીની માંગણી મજુર
અજય જોષીના રાજીનામાં બાદ ડેરી બોર્ડ દ્વારા નવા એમડીની માંગણી કરી હતી. જે માટે ફેડરેશન દ્વારા હિમાંશુ ભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. અજય જોષી 30, જુન સુધી કાર્યભાર સંભાળશે. હિમાંશુ ભટ્ટ 27 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.
આ પણ વાંચો --- VADODARA : વાઘોડિયાના ધારાસભ્ય વિજ કર્મીઓ પર બગડ્યા, કહ્યું, 'છેલ્લી વોર્નિંગ આપું છું'