VADODARA : બરોડા પ્રીમિયર લીગના આયોજન પૂર્વે મેનેજમેન્ટમાં પહેલી વિકેટ પડી
- બરોડા ક્રિકેટ એસો.નું આયોજન ઘોંચમાં પડ્યું
- બીપીએલના ચેરમેને અચાનક રાજીનામું ધરી દીધું
- તેમને યોગ્ય રીતે કામ કરવા દેવામાં નહીં આવતા આ પગલું ભર્યું - સુત્ર
VADODARA : બરોડા ક્રિકેટ એસોસિએશન (BARODA CRICKET ASSOCIATION) દ્વારા બરોડા પ્રીમિયર લીગ (BARODA PREMIER LEAGUE - VADODARA) નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગની મેચ શરૂ થાય તે પહેલા જ મેનેજમેન્ટમાં એક વિકેટ પડી ગઇ છે. લીગના ચેરમેન પદેથી અનંત ઇન્દુલકરે રાજીનામું ધરી દીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલા જ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમના દ્વારા કરેલી ભલામણોનો અસ્વિકાર કરવામાં આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું આંતરિક વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. આ મામલે હજીસુધી સત્તાવાર રીતે કોઇ કારણ સામે આવવા પામ્યું નથી.
એકાએક રાજીનામું ધરી દીધું
બરોડા ક્રિકેટ એસો. દ્વારા સ્થાનિક ખેલાડીઓને મોટું સ્ટેજ આપરવાના ઉદ્દેશ્યથી બરોડા પ્રીમિયર લીગની જાહેરાત કરી હતી. તાજેતજમાં જ ટીમો અને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. પ્રીમિયર લીગની મેચો શરૂ થાય તે પહેલા જ મેનેજમેન્ટમાં એક વિકેટ પડી ગઇ છે. 15 દિવસ પહેલા બરોડા પ્રીમિયર લીગના ચેરમેન પદે અનંત ઇન્દુલકરના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં તેમણે એકાએક રાજીનામું ધરી દીધું છે.
તેઓ નારાજ ચાલી રહ્યા હતા
બીસીએના આંતરિક સુત્રોના જણાવ્યા અનુસાર, અનંત ઇન્દુલકરની નિયુક્તિ બાદથી ડખા શરૂ થઇ ગયા હતા. તેમની ભલામણોનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિં તેમને યોગ્ય રીતે કામ કરવામાં નહીં દેવાતા તેઓ નારાજ ચાલી રહ્યા હતા. આખરે આ બધાથી કંટાળીને તેમણે રાજીનામું આપી દીધું છે.
આંતરિક રાજકારણ શરૂ થઇ ગયું
સુત્રોએ ઉમેર્યું કે, સપ્ટેમ્બર માસમાં બીસીએની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. જેમાં બંને જુથ પોતપોતાના તરફે પ્રમુખ પદ માટે દાવા કરનાર થે. ત્યારે અત્યારથી આંતરિક રાજકારણ શરૂ થઇ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોતાના ગ્રુપનું વજન વધારવામાં ક્યાંય બરોડા પ્રીમિયર લીગ રડારમાં આવી ગઇ હોવાની શક્યતાઓ હાલ તબક્કે નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો ---- VADODARA : રૂ. 86 ના બાકી વીજ બીલ માટે કંપનીએ કનેક્શન કાપી મીટર ઉઠાવી લીધું