Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodra: સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો, વાઘોડિયાના યુવકે આપી હતી ધમકી

સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં વાઘોડિયાના યુવકે આપી હતી. ધમકી પોલીસે આ સમગ્ર મામલે કેટલાક ખુલાસા કર્યા છે.
vadodra  સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો  વાઘોડિયાના યુવકે આપી હતી ધમકી
Advertisement
  • સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો
  • વડોદરાના વાઘોડિયાના યુવકે જ આપી હતી ધમકી
  • આરોપી મયંક પંડ્યાને લઇ પોલીસે કર્યા કેટલાક ખુલાસા
  • યુવક માનસિક રીતે અસ્થિર છે, દવા પણ ચાલે છે: SP

સલમાન ખાનને ધમકી આપવા મુદ્દે મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં વડોદરાનાં વાઘોડિયાના યુવકે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મયંક પંડ્યા નામનાં યુવકે સલમાન ખાનને ધમકી આપી હતી. આરોપી મયંક પંડ્યાને લઈ પોલીસે કેટલાક ખુલાસા કર્યા છે.

Advertisement

યુવક માનસિક રીતે અસ્થિર છેઃ રોહન આનંદ ( જિલ્લા પોલીસ વડા)

આ સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, યુવક માનસિક રીતે અસ્થિર છે. તેમજ તેની દવા પણ ચાલે છે. તે ગ્રુપને જાણ્યા વગર તેમાં જોડાઈ જતો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસના ગ્રુપમાં પણ તે જોડાઈ ગયો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસનાં ગ્રુપમાં જ ધમકી આપી હતી. મુંબઈ પોલીસે મયંક પંડ્યાને હાજર થવા માટે નોટિસ આપી હતી. મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનો પોલીસે ખુલાસો કર્યો હતો.

Advertisement

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા આવી પૂછપરછ કરી

વડોદરાના યુવક દ્વારા સલમાન ખાનને આપેલ ધમકીને પગલે ગત રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા આવી હતી. તેમજ વાઘોડિયા ખાતે રહેતા શખ્સનાં ઘરે પહોંચી યુવકની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમ્યાન પોલીસને માલુમ પડ્યું હતુ કે, યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરી પરત મુંબઈ જવા ટીમ રવાના થઈ હતી.

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતના આ જીલ્લાઓમાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી

પહેલા ક્યારે ધમકીઓ મળી હતી?

સલમાન ખાનને પહેલાથી જ ફોન નંબરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. જ્યાં આ વખતે આ ધમકી મુંબઈના વર્લીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર આપવામાં આવી છે. ગયા વર્ષે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, મેસેજમાં અભિનેતા પાસેથી માફી માંગવા અને લોરેન્સ બિશ્નોઈ સાથેના મામલાનું સમાધાન કરવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સનો નજીકનો ગણાવ્યો હતો. મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન પૈસા નહીં આપે તો તેમની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે.

આ પણ વાંચોઃ Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે કોર્ટમાં 6070 પાનાની ચાર્જશીટ દાખલ

Tags :
Advertisement

.

×