ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નકલખોરોએ ભાજપના કોર્પોરેટરને પણ ના છોડ્યા

VADODARA : તાજેતરમાં મહિલા કોર્પોરેટરના ધ્યાને આવ્યું કે, તેમના નામ અને સહીના સિક્કાનો દુરઉપયોગ આધાર કાર્ડ કઢાવવા માટે થઇ રહ્યો છે
05:58 PM Aug 03, 2025 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં મહિલા કોર્પોરેટરના ધ્યાને આવ્યું કે, તેમના નામ અને સહીના સિક્કાનો દુરઉપયોગ આધાર કાર્ડ કઢાવવા માટે થઇ રહ્યો છે

VADODARA : વડોદરા (VADODARA) માં નકલી ઓળખપત્રો મળવાની ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચુકી છે. હવે નકલખોરોએ ભાજપના કોર્પોરેટરના નામના ખોટા સહી સિક્કાનો દુરઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વાત મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કર (BJP CORPORATOR HEMISHABEN THAKKAR) ના ધ્યાને આવતા તેમણે સિટી પોલીસ મથક (CITY POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવી છે. આધાર કાર્ડમાં નામ બદલાવવા માટે મહિલા કોર્પોરેટરના સહિ-સિક્કા ખોટી રીતે બનાવીને તેનો દુરઉપયોગ કરવામાં આવતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ બાદ વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

સિટી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વોર્ડ નં - 6 માં ભાજના કોર્પોરેટર હેમીષાબેન ઠક્કર ચૂંટાઇને આવ્યા છે. તેઓ વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. તાજેતરમાં તેમના ધ્યાને આવ્યું કે, તેમના નામ અને સહીના સિક્કાનો દુરઉપયોગ આધાર કાર્ડ કઢાવવા માટે થઇ રહ્યો છે. આ વાતની જાણ થતા જ તેમણે તુરંત સિટી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પરેશ કિશોર કેલવાણી (રહે. કમલ પાર્ક સોસાયટી, પુજા પાર્ક, વારસીયા રોડ, વડોદરા) ની ધરપકડ કરી છે. જે બાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મારા સિક્કા અને સહીનો દુરઉપયોગ કરવામાં આવ્યો

આ અંગે હેમીષાબેન ઠક્કરે જણાવ્યું કે, તાજેતરમાં મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું કે, વારસિયામાં આધારકાર્ડ અપડેટ અને ખોટા બર્થ સર્ટિફિકેટ કાઢવામાં આવે છે. બાદમાં તે ડમી ગ્રાહક બનીને ગયો હતો. તેણે કામ કરવા માટે રૂ. 950 માંગ્યા હતા. કાર્યકર્તાએ જોયું કે, મારા નામની ખોટી સહીં કરી છે, ત્યાં તપાસ કરતા મારા સ્ટેમ્પ અને સહીને બોગસ રીતે કરવામાં આવતી હતી. મારા સિક્કા અને સહીનો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. મોવડીમંડળની સલાહ મુજબ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તે બે દિવસના રિમાન્ડ પર છે. તેમણે બનાવેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને કડકમાં કડક સજા મળે તે માટેની મેં રજુઆત કરી છે.

આ પણ વાંચો ---- VADODARA : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ અધિકારીઓના તમામ ઠેકાણેથી માહિતી એકત્ર કરાશે

Tags :
andBJPboguscomplaintCorporatorfilledGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsmisusedpoliceSignstampVadodara
Next Article