VADODARA : ખાનગી CSC માંથી કોર્પોરેટરની નકલી સહી વાળો સ્ટેમ્પ પકડાયો
- વડોદરામાં ભાજપના કોર્પોરેટરનો બનાવટી સિક્કો મળી આવ્યો
- ખાનગી સીએસસી સેન્ટરના સંચાલકો દ્વારા ધૂપ્પલ ચલાવાતું હતું
- સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા-ભાયલી રોડ પર આવેલા ખાનગી રંગદીપ કોમન સર્વિસ સેન્ટરમાંથી (CSC) ભાજપના કોર્પોરેટર (BJP CORPORATOR) ટ્વીંન્કર ત્રિવેદીના નામું નામ અને સહી ધરાવતા બોગસ સિક્કાનો (BOGUS STAMP) ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ વડોદરામાં બોગસ ઓળખ પત્ર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ટ્વીંન્કલ ત્રિવેદીના સહીનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવામાં થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અંગેની ખરાઇ કરવા માટે ખુદ કોર્પોરેટર જ્યારે સીએસસી સેન્ટરમાં પહોંચ્યા ત્યારે તેમને ધ્રાસ્કો પડ્યો હતો. કોર્પોરેટરે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્નીને ફોર્મનો ફોટો પાડીનો મોકલ્યો
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના વોર્ડ નં - 12 ના કોર્પોરેટર ટ્વીંકલબેન ત્રિવેદીના પતિ સવારે વાસણા-ભાયલી રોડ પર આવેલા સ્વર્ણિંય સ્કવેરમાં ચાલતા ખાનગી કોમન સર્વિસ સેન્ટરમાં તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઇને જોતા ટેબલ પર ફોર્મ પડ્યું હતું. જેમાં કોર્પોરેટર પત્નીને સિક્કો હતો. જેમાં સહી ખોટી જણાતી હતી. તે બાદ તેમણે પત્નીને ફોર્મનો ફોટો પાડીનો મોકલ્યો હતો. જે ડુપ્લીકેટ હોવાનું ધ્યાને આવ્યું હતું. આધાર કાર્ડમાં સરનામું બદલાવવા માટે ડુપ્લીકેટ સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણીને તેઓ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં કોર્પોરેટર જાતે તપાસ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં બનાવટી સિક્કો જોવા માંગ્યો હતો. જો કે, આ વાત બાદ કર્મચારીઓના મોંઢા સિવાઇ ગયા હતા. આખરે ઉપરોક્ત મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંચાલક આશિષકુમાર વાળંદ વિરૂદ્ધ ફરિયાદ
આ ઘટના સામે આવ્યા બાદ રંગદીપ કોમન સર્વિસ સેન્ટરના પાટીયા પડી ગયા હતા. અને સંચાલક ફરાર થઇ ગયો હતો. આ મામલે સંચાલક આશિષકુમાર વાળંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરામાં નકલી ઓળખ પત્ર બનાવવા જતા બે લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બાદ પણ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાના લાંચિયા એન્જિનિયરના ઘરના બાથરૂમમાંથી મોટી રોકડ મળી આવી